ETV Bharat / state

ગાંધીધામની ટ્રાફિક સમસ્યા બનશે હળવી, 32 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ફ્લાયઓવરનું કરાયું લોકાર્પણ - Gandhidham Adipur Flyover - GANDHIDHAM ADIPUR FLYOVER

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા 32 કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવર ગાંધીધામ- આદિપુર(ટાગોર) રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ફ્લાયઓવરના કારણે આદિપુર-ગાંધીધામ શહેર તેમજ દિનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે.

ગાંધીધામ આદિપુર ફ્લાયઓવર
ગાંધીધામ આદિપુર ફ્લાયઓવર (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 18, 2024, 12:38 PM IST

કચ્છ : ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીધામ ખાતે 32 કરોડના ખર્ચે 'કન્સ્ટ્રકશન ઓફ ફલાય ઓવર ઓન ગાંધીધામ-આદિપુર (ટાગોર) રોડ' નું ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

32 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ફ્લાયઓવરનું લોકાર્પણ કરાયું (ETV Bharat Reporter)

32 કરોડના ફ્લાયઓવરનું લોકાર્પણ : ગાંધીધામની વર્ષો જૂની સમસ્યા એટલે કે ગાંધીધામ ઓવરબ્રિજનું બાંધકામ તેમજ લોડીંગ ટેસ્ટ સર્ટીફીકેટનું કાર્ય પૂર્ણ થતાં આજે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગાંધીધામ નગરપાલિકા કાઉન્સિલર, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓવરબ્રિજનો વિવાદિત ઈતિહાસ : ઉલ્લેખનીય છે કે, ગાંધીધામનો આ ઓવરબ્રિજ અનેક વખત વિવાદમાં આવ્યો હતો. જેમાં તેનું બાંધકામ પણ અટક્યું હતું, તો કોંગ્રેસ અને ગાંધીધામ બાર એસોસિયેશન દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આખરે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે લોકાર્પણ
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે લોકાર્પણ (ETV Bharat Reporter)

ટ્રાફિક સમસ્યા હળવી થશે : ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 32 કરોડના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ કામગીરી વિકાસની ગતિને આગળ લઈ જશે. કચ્છની આર્થિક પાટનગર કે જ્યાં પરપ્રાંતિય લોકોની સાથે પચરંગી પ્રજા વસે છે. વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે આ ફ્લાયઓવર બ્રિજ બનવાથી આદિપુર- ગાંધીધામ શહેર તેમજ દિનદયાળ પોર્ટ તરફની ટ્રાફિક સમસ્યા હળવી થશે.

1.25 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન : આ ઉપરાંત ગાંધીધામના વિકાસ માટે 1.25 કરોડની ગ્રાન્ટથી આ બ્રિજ નીચે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અન્ય ભાગનું પણ બ્યુટીફિકેશન કરવામાં આવશે. સાથે જ ગાંધીધામ શહેરમાં કરોડોના ખર્ચે થતા ડ્રેનેજ લાઈન, નલ સે જલ યોજના, દરેક વોર્ડમાં થતા પેવર બ્લોકના વિકાસ કામો અને આગામી સમયમાં 300 કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈનની વિકાસ કામગીરી કરવામાં આવશે.

  1. TPR ગેમ ઝોન ઘટના બાદ કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ, જિલ્લાની ગેમ ઝોનની તપાસના કરાયા આદેશ
  2. કંડલા એરપોર્ટનું વિસ્તરણ અને આધુનિકરણ શા માટે જરુરી ? ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે કરી રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.