ETV Bharat / state

Gujarat Five Important Lok Sabha Seat: ગુજરાતની મહત્વની ગણાતી પાંચ લોકસભા બેઠકો, જેના પર રહેશે સૌની નજર - ગુજરાતની મહત્વની પાંચ લોકસભા બેઠકો

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપ છેલ્લા બે ટર્મથી ક્લીન સ્વાઈપ કરી રહી છે. ત્યારે આ અહેવાલમાં આપણે ગુજરાતની એવી પાંચ લોકસભા બેઠક પર ચર્ચા કરીશું કે ભાજપના ગઢ સમાન અને સામાજિક તથા રાજકીય રીતે મજબૂત માનવામાં આવે છે. આ બેઠકો પરનું પરિણામ અન્ય જિલ્લાઓને પણ અસર કરતું હોય છે.

Five important Lok Sabha Seat of Gujarat

author img

By PTI

Published : Mar 18, 2024, 10:00 AM IST

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ એક જ તબક્કામાં યોજાશે. 4 જૂને મતગણતરી થશે. ગુજરાતમાં ભાજપ અને INDIA ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને આપ ચૂંટણી લડશે. ઉમેદવાદોની યાદી જાહેર થઈ રહી છે. ત્યારે નજર કરીએ એવી બેઠકો પર કે જે ગુજરાતમાં મહત્વની મનાય છે.

1. ગાંધીનગર: આ હાઇપ્રોફાઇલ બેઠક ભાજપના દિગ્ગજોની પ્રથમ પસંદ રહી છે. છેલ્લાં 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓને સંસદમાં મોકલનાર આ શહેરી બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. હવે તેનું પ્રતિનિધિત્વ શાહ કરે છે, જેમણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના સીજે ચાવડાને 5.57 લાખ મતોથી હરાવ્યા હતા. ચૂંટણીના ઇતિહાસમાં અમિત શાહની આ જીત સૌથી મોટી જીત માનવામાં આવે છે. ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગર કે જ્યાંથી રાજ્ય સરકાર દ્વારા જનતાને અનુલક્ષીને મહત્વના નિર્ણયો લેવાય છે.

2. પોરબંદર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર હોવાના કારણે દેશભરના લોકો આ શહેર વિશે જાણે છે. સંખ્યાત્મક અને ચૂંટણીની રીતે મજબૂત પટેલ સમુદાયની પેટા જાતિ લેઉવા પાટીદારોની મોટી હાજરીને કારણે ભાજપ અહીં પ્રબળ પક્ષ છે. પાર્ટીએ આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ લેઉવા પાટીદાર છે. ભાવનગર જિલ્લામાંથી આવતા મંત્રીઓ અત્યાર સુધી રાજ્યસભા મારફતે સંસદમાં પહોંચ્યા છે. ભાજપ 1991થી પોરબંદર બેઠક જીતી રહ્યું છે, અપવાદ સિવાય 2009 જ્યારે કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા વિજયી બન્યા હતા. હાલ આ બેઠક પર માંડવિયાની સામે કોંગ્રેસના દિગ્જ્જ ગણાતા નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ચૂંટણી લડી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતાં તેની ચૂંટણી પણ લોકસભા બેઠકની સાથે જ યોજાશે.

3. રાજકોટ: સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક ગણાતી રાજકોટ બેઠક આ બીજેપીનો ગઢ છે, જેણે 1989થી પક્ષને સતત જીત તરફ દોરી છે, સિવાય કે 2009માં જ્યારે કોંગ્રેસના કુંવરજી બાવળિયાએ બેઠક જીતી હતી. આ મતવિસ્તારમાં લેઉવા પાટીદારોની નોંધપાત્ર હાજરી છે. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી અને મોદીના નજીકના સહયોગી, કડવા પાટીદાર છે, જે પટેલ સમુદાયની બીજી પેટાજાતિ છે. રૂપાલા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રહેવાસી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. અહીંનું રાજકારણ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં અસર કરતું હોય છે.

4. સુરતઃ વિશ્વમાં ડાયમન્ડ માટે પ્રખ્યાત સુરત 1989થી ભાજપને જીત અપાવી રહ્યું છે. કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જર્દોશ સુરતના વર્તમાન સાંસદ છે, જેમણે 2019ની ચૂંટણીમાં 5.4 લાખ મતોના માર્જિનથી બેઠક જીતી હતી. દેશના રાજકીય ઇતિહાસમાં પણ આ બેઠકનું સ્થાન છે કારણ કે પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ, 1977ની કટોકટી પછીની ચૂંટણીઓ સહિત પાંચ વખત અહીંથી જીત્યા હતા. ત્રણ સાંસદો કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે. ટેક્સટાઇલ અને ડાયમંડ ટ્રેડિંગ હબ હોવાના કારણે અહીં લાખોની સંખ્યામાં પરપ્રાંતીઓ પણ રહેતા હોય છે. દરરોજે અઢી કરોડ મીટર કાપડ પ્રોડક્શનમાં થાય છે. આ એશિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર ગણવામાં આવે છે અને હાલમાં આજે સુરત ડાયમંડ બુર્સના કારણે વિશ્વભરમાં ચર્ચિત પણ થયું છે.

5. ભરૂચ: 40 ટકાથી વધુ મુસ્લિમ મત ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર 1957થી 1984 સુધી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે. ત્યારબાદ 1989થી 2019 સુધી ભાજપ કૉંગ્રેસની સામે સતત જીતી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત તાકાત આ મુખ્યત્વે આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક પર ભાજપને ટક્કર આપશે. INDIA ગઠબંધનના ભાગરૂપે, કોંગ્રેસ દ્વારા AAPને આ બેઠક આપવામાં આવી હતી, જેણે ડેડિયાપાડાના હાલના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો ભાજપના મનસુખ વસાવા સાથે થશે, જેઓ 1999થી સતત આ બેઠક જીતી રહ્યા છે. વસાવા 2019 માં 3.3 લાખ મતોના માર્જિનથી જીત્યા, 1989 થી સીટ પર ભાજપનું વર્ચસ્વ સુનિશ્ચિત કર્યું. ભરૂચ બેઠક એક સમયે કોંગ્રેસના નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ પાસે હતી, જેમણે સૌપ્રથમ 1977માં જીત મેળવી હતી અને 1980 અને 1984માં તે જીતીને 1989 સુધી સંસદમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

  1. Banaskantha Loksabha Seat: બનાસકાંઠા લોકસભા બેઠક પર રસાકસીનો જંગ, રેખાબેન ચૌધરી V/S બનાસની બેન ગેનીબેન
  2. Valsad Lok Sabha Seat: વલસાડ બેઠક પર યુવા આદિવાસી નેતાઓ મેદાને, કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે ટક્કર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.