વલસાડ: કોસંબા દરિયા કિનારે સ્વાધ્યાય પરિવાર દ્વારા નાળિયેરી પૂર્ણિમાના દિવસે દરિયાદેવની પૂજા કરીને દરિયો ખેડવા દરિયા પાસે પરવાનગી લઈને માછીમારી કરવા માટેનો વિધિવત પ્રારંભ કરતા હોય છે. ત્યારે આજે પણ મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓએ સહપરિવાર સાથે દરિયાલાલની પૂજા કરી હતી.
સહપરિવાર પૂજન અર્ચન કરવામાં આવે છે: દરિયાદેવ થકી માછીમારો પોતાની આજીવિકા મેળવે છે. ત્યારે આજના દિવસે પૂજન કરી દરિયાદેવનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરીને નવી માછીમારીની સિઝનના પ્રારંભે વધુ આવક માટે પ્રાર્થના કરતા હોય છે. આજે મોટી સંખ્યામાં માછીમારી કરતા લોકોએ પોતાના સહપરિવાર સાથે દરિયાલાલની વિધિવત પૂજન કર્યું હતું.
શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરાયું: 1600 કીમી લાંબા દરિયા કાંઠે અનેક માછીમાર ભાઈઓ દ્વારા આજે સ્વાધ્યાય પરિવારના સાનિધ્યમાં દરિયા દેવની પૂજા કરવા સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ખૂબ જ આદર સાથે પરિવાર સાથે ભેગા મળીને દરિયાલાલને કંકુ, ચોખા, ફૂલ જેવી તમામ ચીજો અર્પણ કરીને આવનારી માછીમારીની સિઝન ખૂબ સારી જાય એવી પ્રાર્થના સહપરિવાર સાથે રહીને કરી હતી.
વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં પૂજન થાય છે: અરબી સમુદ્રને કાંઠે આવેલા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા કોસંબા, દાંતી, કંકવાદી, દાંડી, ભધેલી, જગાલાલા જેવા અનેક કાંઠા વિસ્તારના ગામોમાં વસવાટ કરતા અને માછીમારી કરીને પોતાનું પેટીયુ રળતા નાળિયેરી પૂર્ણિમાનો દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે તેઓ માત્ર દરિયાલાલની પૂજા નથી કરતા સાથે સાથે પોતાના વહાણોની પણ પૂજા કરે છે. જેથી કરીને આજના દિવસથી તેઓ પોતાના વહાણો દરિયામાં ઉતારતા હોય છે અને તે પૂર્વે દરિયાલાલની પૂજા કરી દરિયાલાલ પાસે માછીમારી કરવાની પરવાનગી મેળવતા હોય છે.
માછીમારીનો વ્યવસાય માત્ર દરિયા ઉપર નિર્ભર: માછીમારી કરવાનો વ્યવસાય માત્ર દરિયા ઉપર નિર્ભર હોય છે ત્યારે દરિયાલાલને માછીમારી કરનારા સમાજના લોકો ખૂબ જ આદર અને સરકાર ભાવથી જોતા હોય છે. તેથી જ નારિયેળી પૂનમના દિવસે તેની વિધિવત પૂજા કરવામાં આવે છે.
દરિયાની નિષ્કામ કર્મની ભાવના લોકોમાં ઉતરે તે હેતુ: પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દ્વારા માછીમારી કરનારા અનેક લોકોને દરિયાલાલ દ્વારા જે રીતે મનુષ્યને કોઈ પણ સ્વાર્થ વગર પાણી તેમજ સૃષ્ટિનું સંચાલન કરાય છે. એવા ગુણો દરિયામાં રહેલા છે અને આ ગુણો મનુષ્ય પોતે સમજે અને પોતાના જીવનમાં ઉતારે તે માટે દરિયાલાલની પૂજન કરવા અને તેનું સન્માન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. જે અંતર્ગત છેલ્લા 40 વર્ષ કરતાં વધુ સમયથી સ્વાધ્યાય પરિવારના સાનિધ્યમાં વાંચી મારી કરનારા અનેક લોકો પોતાના સહ પરિવાર સાથે દરિયાદેવને સન્માન પૂર્વક અને આદર સત્કારથી પૂજન કરે છે.
સમુદ્ર પૂજા બાદ માછીમારો પોતાની હોડી ઉતારે છે: દરિયાલાલની વિશેષ પૂજન કર્યા બાદ માછી સમાજના લોકો વિધિવત પૂજન કર્યા બાદ અને દરિયાદેવની પરવાનગી લીધા બાદ પોતાના વહાણ ,મચ્છુઆ, અને ટ્રોલર બોટ દરિયામાં ઉતારતા હોય છે અને જે બાદ માછીમારી કરવાનો પ્રારંભ કરે છે. આમ વધુ સમયથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ વલસાડના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ જાળવી હતી. તેમજ દરિયાલાલની વિધિવત પૂજા કરી દરિયાદેવના ગુણો મનુષ્યમાં આવે તેવી ભાવના સાથે આગામી માછીમારીની સિઝન ખૂબ સમૃદ્ધિપૂર્વક પસાર થાય તે માટેની પ્રાર્થના કરી હતી.