ETV Bharat / state

નશેડીઓ ઉપર સુરત પોલીસની સીધી નજર, ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી ગાંજો વેચતા બે શખ્સને દબોચ્યા - Surat police - SURAT POLICE

સુરત શહેરમાં નશાના કારોબારને નાથવા પોલીસ અડીખમ છે. ત્યારે શહેરમાં પહેલીવાર ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરી ગાંજો વેચતા બે શખ્સને પોલીસે દબોચ્યા છે. જોકે આવી રીતે આકાશમાંથી ત્રાટકતી પોલીસની કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ છે.

ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી ગાંજો વેચતા બે શખ્સને દબોચ્યા
ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી ગાંજો વેચતા બે શખ્સને દબોચ્યા (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 5:18 PM IST

નશેડીઓ ઉપર સુરત પોલીસની સીધી નજર, (ETV Bharat Desk)

સુરત : સુરત શહેરમાં કાપોદ્રા પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરીને બે ઇસમોને ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે 3,480 રૂપિયાની કિંમતનો 348 ગ્રામ ગાંજો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રોન કેમેરાથી સર્વેલન્સ : સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં કાપોદ્રા પોલીસે ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. કાપોદ્રા ચાર રસ્તા DGVCL ઓફિસની સામે ખુબ જ ભીડભાડ વાળી જગ્યામાં ગાંજો વેચતો હોવાની બાતમી મળતા કાપોદ્રા PI એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ હાથ ધર્યું હતું.

બે આરોપી ઝડપાયા : ડ્રોન કેમેરાથી સર્વેલન્સ દરમિયાન કાપોદ્રા પોલીસે 36 વર્ષીય હિમત સામજીભાઈ હડિયા અને 19 વર્ષીય નીતિન ધીરુભાઈ ચાવડાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી 3,480 રૂપિયાની કિંમતનો 348 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ મામલે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ : ACP જે. આર. પટેલે જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી હતી કે બ્રિજ નીચે ગાંજો લઈને લોકો એકબીજાને સપ્લાય કરે છે. આ અંગેની માહિતી મળતા ડ્રોન કેમેરાના માધ્યમથી તપાસ કરી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હિંમત સામે અગાઉ પણ મહિધરપુરા પોલીસ સ્ટેશન અને NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી હિંમત ડ્રાઇવિંગ કરે છે, જ્યારે અન્ય આરોપી નિતીન મજૂરી કામ કરે છે.

  1. સુરત શહેરમાં બોમ્બ મુકવાની ધમકી આપવી યુવકને ભારે પડી, પોલીસે કરી ધરપકડ
  2. સુરત એલસીબી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો, 68 હજારનો મુદ્દામાલ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.