સુરત: સુરત નજીક સચિન બોર્ડ વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીને શુક્રવારે રાતે તબિયત લથડી હતી. બાળકીએ માતા-પિતાને તાવ આવતો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તબીયત વધુ ખરાબ થતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. હાલમાં બાળકીની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરનો પહેલો ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ: સચિન સ્લમ બોર્ડ આવાસમાં રહેતા પરિવારની દીકરીને શુક્રવારે રાતે તબિયત લથડી હતી. રાતે તાવ આવતા વહેલી સવારે માતા-પિતા સચિન વિસ્તારની જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં સારવાર આપ્યા બાદ તબીયત વધુ બગડતા ડોક્ટરોએ તેમને એમ્સ હોસ્પિટલમાં અથવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે કહ્યું હતું. માતા-પિતા દ્વારા તેને સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ બપોરે ત્રણ વાગ્યે લઈ આવતા ડોક્ટરે તેને વેલ્ટીનેટર ઉપર રાખી સારવાર શરૂ કરી છે.