અમદાવાદ: બોપલમાં આવેલા ટીઆરપી મોલમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ધુમાડા 4 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાતે ઉપરના બે માળ સુધી લાગેલી કાબુમાં આવી હતી.
200 લોકોનું રેસ્કયું: સૌથી ઉપરના માળે બાળકો માટેનો ગેમિંગ ઝોન હતો. અહીં પ્લાસ્ટિક અને વીજળી સાથે જોડાયેલા રમતગમતના સાધનોમાં સૌથી પહેલા આગ લાગી હતી. આગનેે પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. મોલમાં આવેલા 200 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જો કે મોડી રાત સુધી કોઈ જાનહાની કે લોકો દાઝી ગયા હોવાના અહેવાલ સામે આવ્યા ન હતા.
અમદાવાદ ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ રાત્રે કોઈ સ્થાનિક કે અમને કોલ કરીને જાણ કરી હતી. તાત્કાલિક ધોરણે અમે લોકોએ ચાર ગાડી મોકલી આપી હતી. પાણીનો છંટકાવ શરૂ રાખવામાં આવ્યો હતો. તાત્કાલિક અમારા ઓફિસરે મને જાણ કરી તો અમે તાત્કાલિક બીજી ગાડીઓ પણ મોકલવામાં આવી હતી લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી હતી. સબનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આજુબાજુની દુકાનોને ખૂબ નુકસાન થયું છે. લોકોને સહી સલામત રીતે બહાર નીકળવામાં આવ્યા હતા. આગ આગ કયા કારણોસર લાગી છે તે હજુ સામે આવ્યું નથી.