ETV Bharat / state

Father killed daughter : હેવાન પિતાએ પોતાની જ માસુમ પુત્રીનું ગળું દબાવ્યું, તપાસમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ - father strangled his owndaughter

અમદાવાદમાં એક હેવાન પિતાએ પોતાની જ પાંચ માસની માસુમ પુત્રીનું ગળું દબાવી હત્યા કર્યાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પોલીસને જાણ થતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ તપાસમાં સામે આવ્યું છે કે આખરે શા માટે એક પિતાએ પોતાની જ બાળકીને મોતને ઘાટ ઉતારી...

પિતાએ પોતાની જ પાંચ માસની માસુમ પુત્રીનું ગળું દબાવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 29, 2024, 5:05 PM IST

હેવાન પિતાએ પોતાની જ માસુમ પુત્રીનું ગળું દબાવ્યું

અમદાવાદ : અમદાવાદમાં એક પિતાએ પોતાની જ પાંચ માસની દીકરીનું ગળું દબાવી હત્યા કરી છે. મળતી માહિતી અનુસાર દીકરાની જગ્યાએ દીકરીનો જન્મ થતા પિતા કેટલાય સમયથી કંટાળેલો હતો. ગઈકાલે પત્ની અને દીકરીને હોસ્પિટલ લઈને ગયેલા પિતાએ દીકરીનું ગળું દબાવી દેતા બાળકીનું મોત થયું હતું. આ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.

હેવાન પિતા : આ અંગે મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં રહેતા અંસર અહમદ અંસારીને પાંચ મહિનાની બાળકી હતી. અંસાર ભંગારનો ધંધો કરતો હતો. બાળકની જગ્યાએ બાળકીનો જન્મ થતા અંસાર તણાવમાં રહેતો હતો. તેને ધંધા પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું તથા પત્ની પણ તેના પર ધ્યાન આપતી નહોતી. જેથી અંસારે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. અંસારને મગજની દવા પણ ચાલુ હતી.

ગુસ્સામાં પુત્રીનું ગળું દબાવ્યું : ગઈકાલે રાતે પત્નીને પેટમાં દુખાવો થતા અંસાર તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ આ દરમિયાન બાળકી રડવા લાગી અને અંસારે બાળકીને ચૂપ કરાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળકી ચૂપ ન થતાં આરોપી બાળકીને લઈને રીક્ષા પાસે ગયો હતો. તેણે રીક્ષામાં બેસાડી બાળકીને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યા. છતાં બાળકી ચૂપ ન થતાં અંસારે બાળકીનું મોઢું અને ગળું દબાવી દીધું હતું, જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી.

પોલીસે હત્યારાને દબોચ્યો : બાળકીની સ્થિતિ જોઈને અંસાર તેને રીક્ષામાં બેસાડી વોરાના રોઝા પાસે લઈ ગયો હતો. ત્યાં બાળકીના મોઢા પર પાણી છાંટી બાળકીને ઉઠાડવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકી ઉઠી નહોતી. આસપાસના લોકો ભેગા થઈ ગયા અને શંકા જતા બાળકીને શારદાબેન હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો અને આરોપીની ધરપકડ કરી છે.

  1. Hariyana News: પાણીપતમાં પિતાએ કરી 12 વર્ષની પુત્રીની હત્યા, પત્નીના પિયર જવાથી હતો પરેશાન
  2. Chhattisgarh Crime News : પિતાએ પરિવાર પર કર્યો હુમલો, 18 વર્ષની દીકરીનું મૃત્યુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.