ETV Bharat / state

Surat: પરીક્ષા સમયે પિતાનું અવસાન, અંતિમ સંસ્કાર પછી ધોરણ 10ની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પહોંચી દીકરી - પરીક્ષા સમયે પિતાનું અવસાન

હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ધોરણ 10ની પરીક્ષા આપવા માટે આવેલી એક વિદ્યાર્થીની માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ત્યારે સર્જાઇ જ્યારે પરીક્ષાના એક દિવસ પહેલા જ પિતાનું અવસાન થઈ ગયું. સવારે પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ આ દીકરી ધોરણ 10ની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પહોંચી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 7:04 AM IST

સુરત: કશિશ કદમ માટે તેના જીવનની મહત્વની પરીક્ષા હાલ ચાલી રહી છે. તે ધોરણ 10માં અભ્યાસ કરે છે અને હાલ તેની પરીક્ષા આપવા રોજે પરીક્ષા ખંડમાં જાય છે. પરંતુ તેના પિતા પ્રકાશભાઈનું અચાનક જ મોડી રાત્રે નિધન થઈ જતા કશિશ પર જાણે આભ તૂટી પડ્યું હતું. કશિશના ભાઈ ધ્રુવ પણ ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યો છે.

પરીક્ષા સમયે પિતાનું અવસાન
પરીક્ષા સમયે પિતાનું અવસાન

ભાઈ બહેન માટે આ ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઇ હતી. તેઓએ પોતાના પિતાને ગુમાવ્યા હતા. તેમની માટે આ દુઃખની ઘડી હતી. પિતાનું અચાનક મૃત્યુ થતા બંને ભાઈ બહેન તૂટી ગયા હતા. એક બાજુ જ્યાં તેઓએ પિતા અને ગુમાવ્યા ત્યારે બીજી બાજુ તેમના જીવનની મહત્વની પરીક્ષા ચાલી રહી હતી. પિતાના અંતિમ સંસ્કાર બાદ કશિશ પોતાના મામા સાથે પરીક્ષા સેન્ટર પર પહોંચી હતી. કશિશની સમાજ વિજ્ઞાનની પરીક્ષા હતી.

હું સારા માર્ક્સ સાથે પાસ થવ અને જીવનમાં આગળ વધુ આ મારી પિતાની ઈચ્છા હતી. તેમનું સ્વપ્ન હતું કે હું તેમનું નામ રોશન કરવું. ક્યારે વિચાર્યું ન હતું કે અમારા પિતા અમને આવી પરિસ્થિતિમાં છોડીને ચાલ્યા જશે. આજે પરીક્ષા આપવા માટે માત્ર આ માટે આવી હતી કારણ કે મને મારા પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવું છે. પિતાને ધ્યાનમાં રાખીને જ આજનું પેપર આપ્યું છે જે સારું ગયું છે. તેઓ ક્યારે પણ અમને ભણવા માટે દબાણ કરતા ન હતા. તેઓ માત્ર અમને કહેતા હતા કે તમે બનીને સારા માણસ બનજો. આજે જ્યારે પરીક્ષા આપી રહી હતી ત્યારે વારંવાર મગજમાં માત્ર મારા પિતા મને યાદ આવી રહ્યા હતા. - કશીશ

વિદ્યાર્થીનીના મામા જીતેન્દ્ર સાવંતે જણાવ્યું હતું કે આજે અમારા પરિવાર માટે ખૂબ જ દુઃખદ ઘટના બની છે. બીમારીના કારણે મારા બનેવીનું કરૂણ મોત નીપજ્યું હતું. કશીશે પરીક્ષા આપવા માટે હિંમત બતાવી હતી. તેણે જણાવ્યું હતું કે તે પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે. કશિશ ખૂબ જ દુઃખી હતી તેમ છતાં પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.

  1. Gujarat Board Exam : ધોરણ 10નું ગણિતનું પેપર આપ્યા બાદ વિદ્યાર્થીઓએ શું કહ્યું?
  2. Surat Exam cheating: BSCની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીના ચપ્પલમાંથી મળી કાપલીઓ, કાપલીઓ સંતાડવા બનાવ્યું ખાસ ખાનું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.