ETV Bharat / state

અખાત્રીજ નિમિતે ધરતીમાતાનું પૂજન કરી ખેતી કાર્યોનો પ્રારંભ, ધરતીમાતાનું ઋણ ચૂકવવાની પરંપરા - Akhatrij - AKHATRIJ

વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજનો તહેવાર. પ્રાચીન પરંપરા અનુસાર અખાત્રીજના દિવસે સૌરાષ્ટ્રમાં આજથી ખેડૂતો ખેતી કાર્યની શરૂઆત કરતા હોય છે. જૂનાગઢના ખેડૂતોએ પણ પરિવાર સાથે મળીને ધરતીમાતાનું પૂજન કરીને અક્ષય તૃતીયાના દિવસે ભૂમિ પૂજન કર્યા બાદ ખેતી કાર્યનો પ્રારંભ કર્યો છે.

અખાત્રીજ નિમિતે ધરતીમાતાનું પૂજન
અખાત્રીજ નિમિતે ધરતીમાતાનું પૂજન (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 10, 2024, 2:49 PM IST

ધરતીમાતાનું ઋણ ચૂકવવાની પરંપરા (Etv Bharat)

જૂનાગઢ : વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનો તહેવાર. આજના દિવસને શુભ કાર્ય માટે વણજોયા મુહૂર્ત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અનુસાર અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ખેડૂતો દ્વારા ધરતી માતાનું પૂજન કરીને ખેતી કાર્યની શુભ શરૂઆત કરવામાં આવતી હોય છે.

અક્ષય તૃતીયા : અખાત્રીજના દિવસે ભૂમિપૂજન કરી ખેતી કાર્યની શરૂઆત કરવાની સૌરાષ્ટ્રની આ પરંપરા આજે પણ આધુનિક યુગમાં જોવા મળે છે. જૂનાગઢના ખેડૂતોએ પરિવાર સાથે આવીને વિધિ વિધાન સાથે ધરતી માતા અને ખેતરનું પૂજન કરીને ખેતી કાર્યની શુભ શરૂઆત કરી છે.

ધરતીમાતાનું ઋણ ચૂકવવાનો પ્રયાસ : અખાત્રીજના દિવસ સાથે પ્રાચીન પરંપરા જોડાયેલી છે. તે મુજબ ધરતીમાતાનું પૂજન અને ખેતી કાર્યની શુભ શરૂઆત કરવામાં આવે છે. તે મુજબ આજે તમામ ખેડૂત પરિવારો એક સાથે મળીને વિધિ વિધાન સાથે ધરતી માતાનું પૂજન કરે છે. સાથે જ સમગ્ર વિશ્વ માટે ધન-ધાન્યથી આવનારું વર્ષ ખૂબ જ સમૃદ્ધ બને તે માટે ધરતી માતા અને ખેતરનું પૂજન થાય છે. ધરતીમાતાનું ઋણ ચૂકવવાનું એક પ્રયાસ છે.

અખાત્રીજ ભૂમિપૂજનની પરંપરા : અખાત્રીજના દિવસે શા માટે ધરતી માતાનું પૂજન કરવામાં આવે છે તેને લઈને જૂનાગઢના મહિલા ખેડૂતે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ધરતી માતા ધન-ધાન્યથી લઈને સોના સુધીની તમામ ચીજો સમગ્ર માનવ જાતને આપે છે. જન્મ થતાની સાથે જ તે કોઈપણ વ્યક્તિ કે જીવનો ભાર પણ ઉપાડે છે. સમગ્ર માનવજાત દ્વારા કરવામાં આવેલી ગંદકીને પણ ધરતી માતા એકદમ સહજતાથી ઉપાડે છે. અખાત્રીજના દિવસે ધરતીમાતાનું ઋણ ચૂકવવાનું એક પ્રયાસ સૌરાષ્ટ્રની પરંપરામાં જોવા મળે છે.

  1. અમદાવાદ જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા-રથ પૂજન, 7 જુલાઈએ ભગવાનની રથયાત્રા નીકળશે
  2. અક્ષય તૃતીયાને શા માટે વણજોયા મુહૂર્તનો દિવસ કહેવાય છે ? જાણો વિગતવાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.