ETV Bharat / state

ભાવનગરમાં ખેડૂતોએ કહ્યું વિઘે 40 થી 50 હજારનું નુકસાન: ખેતીવાડી વિભાગ શું કહે છે જાણો - Heavy rain in Bhavnagar - HEAVY RAIN IN BHAVNAGAR

ભાવનગરમાં ખેડૂતો વરસાદમાં થયેલા નુકસાનથી નારાજ છે, બીજી બાજુ ખેતીવાડી વિભાગ તેનો શું જવાબ આપે છે તે અંગે આવો જાણીએ. - Heavy rain in Bhavnagar

ભાવનગરમાં ખેડૂતોને અતિવૃષ્ટીમાં નુકસાનની રાવ
ભાવનગરમાં ખેડૂતોને અતિવૃષ્ટીમાં નુકસાનની રાવ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2024, 10:23 PM IST

ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં કાળુભાર અને ઘેલો નદીના પાણી આવતા વનવિભાગની જમીનો સહિત વલભીપુર, ભાવનગર તાલુકાના ગામડાઓની ખેતીની જમીનમાં પાણી ફરી વળે છે. આ વર્ષે પણ નદીના પાણી અને અંતિમ વરસાદે ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યાની બૂમો ઉઠી છે. ખેતીવાડી વિભાગના જવાબ અને ખેડૂતનો આક્રોશ જાણો...

ભાવનગરમાં ખેડૂતોને અતિવૃષ્ટીમાં નુકસાનની રાવ (Etv Bharat Gujarat)

ભાવનગર જિલ્લાના પાલ પંથકમાં વલભીપુર અને ભાવનગર તાલુકાના ગામડાઓ આવેલા છે ત્યારે આ ગામડાઓમાં કાળુભાર અને ઘેલો નદીના પાણી આવતા જ ખેતીનો વિસ્તાર ભોગ બની જાય છે. હાલમાં પણ માઢીયા અને તેની આસપાસના ગામડાઓમાં પાણી ફરી વળતા ખેડૂતોના ખેતરમાં સીધું નુકસાન નજરે જોવા મળે છે. જો કે ખેડૂત અને ખેતીવાડી વિભાગ શું કહે છે. તેના પર એક નજર કરવાની જરૂર છે.

ભાવનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા
ભાવનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા (Etv Bharat Gujarat)

નદીના પાણી અને વરસાદે વેર્યો વિનાશ

ભાવનગર જિલ્લાના વલભીપુર અને ભાવનગર તાલુકા સહિતના ગામડાઓ સાથે વીરડી, પાલનપર, ઘેલડી, પાળીયાદ, આણંદપર, જતવાડ, સવાઇનગર, સનેસ, નર્મદ, ખેતાખાટલી જેવા ગામડાઓના ખેતર વિસ્તારોમાં કાળુભાર, ઘેલો નદીના પાણી આવતા ખેતરોમાં પાણી ઘુસી ગયા છે. બે ત્રણ દિવસથી પાણી ઉતરી રહ્યા છે, પરંતુ ત્રણ દિવસથી વધુ પાકોમાં પાણી ભરાઈ રહેવાને પગલે ખેતરોમાં ઊભા પાકને પગલે નુકસાન જોવા મળે છે.

ખેતરોમાં ઘૂંટણ સમા પાણી
ખેતરોમાં ઘૂંટણ સમા પાણી (Etv Bharat Gujarat)

ખેતરોમાં પાણીને પગલે નુકસાનથી ખેડૂતોની ચિંતા

આણંદપર ગામના તળશીભાઇએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિમાં તો અત્યારે પાણીમાં બધું ગરકાવ છે, ઝાર, કપાસ બધું અને પાણી ભર્યા છે. નુકસાની ખૂબ જ છે. વીઘે અત્યારે 40 થી 50 હજારની નુકસાની છે. કોઈ કાંઈ અમને આપતું નથી, કોઈ પૈસા નથી આપતા. અમને તો ક્યારેય મળ્યા જ નથી.

ખેડૂતના હાલ બેહાલ
ખેડૂતના હાલ બેહાલ (Etv Bharat Gujarat)

ખેડૂત વિઠ્ઠલભાઈ ડાયાભાઈ ધનાણીએ જણાવ્યું હતું કે, કપાસ અને જાર વાવી અને નુકસાન પૂરેપૂરું છે. ખર્ચો બે ચાર લાખનો કર્યો છે. હવે એમાં કાંઈ મળે એવું લાગતું નથી. વરસાદના કારણે બધું આડુ પડી ગયું અને બળી ગયું છે. અમને ક્યારે સહાય મળી નથી.

કપાસને નુકસાન
કપાસને નુકસાન (Etv Bharat Gujarat)

ખેડૂત ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, જાર અને કપાસને અજમોને એવું બધું વાવ્યું હતું અને હાલમાં ખેતરમાં ગોઠણ સમા પાણી ભર્યા છે. પાક બધો આડો પડી ગયો છે. કપાસ વીંઝેડી નાખ્યા છે અને થડિયા ઊભા છે. ખરેખરૂ નુકસાન છે, બે ત્રણ લાખનું. કાંઈ મળતું નથી વળતર, અને સર્વે કોઈ કરવા આવતું નથી, તમે બધું જુઓ તો બધું સડી ગયું છે.

ખેતરમાં ભરાયેલા પાણી
ખેતરમાં ભરાયેલા પાણી (Etv Bharat Gujarat)

ખેતીવાડી વિભાગનો જવાબ જાણો

ભાવનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોઈ પણ ફરિયાદ મળી નથી, કે કોઈ અરજી આવી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી રજૂઆતો મૌખિક જરૂર વલભીપુર ઉમરાળાના ગામડાઓની આવેલી છે. જો કે બે વર્ષથી કોઈપણ પ્રકારનું વળતર ક્યાંય આપવામાં આવ્યું નથી. હાલમાં પણ ક્યાંય વરસાદ કે પાણીને પગલે નુકસાન હોય તેવું અમારી સામે આવ્યું નથી. જેથી સર્વે કરવાનો પ્રશ્ન રહેતો નથી. જો અરજી આવે તો સર્વે કરવાની જરૂરિયાત રહે છે.

કપાસને નુકસાન
કપાસને નુકસાન (Etv Bharat Gujarat)

વલભીપુર ભાવનગર તાલુકામાં વાવેતરની સ્થિતિ

ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે ભાલ વિસ્તારમાં વલભીપુર અને ભાવનગર તાલુકાના ગામડાઓ આવેલા છે. જોકે આ વિસ્તારમાં ખરીફ પાકની આ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે 32,463 હેક્ટરમાંથી 3360 મગફળી, 1970 બાજરી, 7280 કપાસ, ઘાસચારો 15780 અન્ય મળી કુલ 32,386 હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. જ્યારે વલભીપુર તાલુકામાં 45,613 કુલ વાવેતર હેક્ટર જમીનમાંથી હાલમાં ખરીફ પાકમાં 45,495 હેક્ટરમાં વાવેતર નોંધાયેલું છે. જેમાં 39751 કપાસ અને 5123 ઘાસચારાનું વાવેતર છે. આમ આ બંને તાલુકાઓમાં 90 ટકાથી વધુ વાવેતર થયેલું જોવા મળે છે, તેવામાં ભાલપંથકના ગામડાઓમાં નદીના પાણી અને વરસાદને કારણે નુકસાન પૂરેપૂરું થયું હોવાનો ખેડૂતો આક્ષેપ છે. જ્યારે અધિકારી કોઈ અરજી કે ફરિયાદ ન હોવાનું કહીને પોતાનો બચાવ કરી રહ્યા છે. જો કે વલભીપુરમાં સિઝનનો કુલ 842 mm વરસાદ અને ભાવનગર તાલુકામાં 743 mm વરસાદ નોંધાયેલો છે.

ખેતીવાડી વિભાગ
ખેતીવાડી વિભાગ (Etv Bharat Gujarat)
  1. શ્યામજી કૃષ્ણ વર્મા બન્યા હતા જૂનાગઢના દિવાન, આઝાદીની ચળવળ માટે છોડ્યું પદ - Shyamji Krishna Varma
  2. કોની બેદરકારી ? જામનગરમાં ધો.1થી 5ના સરકારી પુસ્તકો પાણીમાં પલળી ગયા - Jamnagar books soaked in water

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.