જામનગર: જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસ અષાઢી માહોલની જેમ વ્યાપક વરસાદ વરસતા જામનગર પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા અને સેંકડો ઘરમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. વરસાદનું જોર ઘટયા બાદ છેલ્લા 24 કલાકથી મેઘ વિરામ થતા લોકો અને તંત્રે હાશકારો અનુભવ્યો હતો. શહેરોમાંથી પૂરના પાણી ઓસર્યા છે. જ્યારે ખેતરો હજુ પાણીમાં ગરકાવ હોવાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
ખેતરોમાં ઉભો પાક બળી ગયો: જામનગરના જુદા જુદા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડયા છે. જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખેડૂતોનો ઊભો પાક બળી ગયો છે. જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને રાજ્ય સરકાર તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરીને વળતર આપે તેવી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઇ હતી. તહેવારના સમયે મેઘતાંડવથી અનેક વિસ્તારોમાં લોકો ભારે હેરાન થયા હતા.
જામનગરમાં જળપ્રલય જેવી સ્થિતિ: સાર્વત્રિક 10થી 30 ઈંચ વરસાદના કારણે જામનગર શહેર અને જિલ્લામાં જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી હતી. જામનગરમાં આર્મી, એરફોર્સ, નેવી, NDRF, SDRF ને તૈનાત કરવી પડી હતી. ચારે તરફ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓ તણાઈ ગઇ છે.
લાખો હેક્ટર જમીનનું ધોવાણ થયું: સેંકડો મકાનોને નુકસાન થયું છે. હજારો લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ તમામ અસરગ્રસ્તોને થયેલા નુકસાન અંગે સરકારી તંત્ર દ્વારા સર્વેનું કામ હાથ ધરાયુ છે. જામનગર જિલ્લામાં સૌથી વધુ નુકસાન ખેતીમાં થયું છે. મોટાભાગના ઊભા પાક બળી છે. જ્યારે લાખો હેક્ટર જમીનમાં ધોવાણ થયું છે.
ખેતીવાડી અધિકારીઓ દ્વારા સર્વે: જો કે, ખેતીવાડી અધિકારીઓની ટીમ દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સર્વે થયા બાદ કેટલી નુકસાની થઇ તેનો આંકડો બહાર આવશે. આ દરમિયાન 5 દિવસ પછી જામનગર જિલ્લામાં હેક્ટર જમીનમાં ધોવાણ થયું છે. 5 દિવસ પછી જામનગર જિલ્લામાં મેઘ વિરામ થતા લોકોએ સૂર્યનારાયણના દર્શન કર્યા હતા.