ETV Bharat / state

પરણિત પ્રેમિકાને પામવા માટે કૌટુંબિક ભાઈએ કરી કૌટુંબિક ભાઈની હત્યા, ઈજાગ્રસ્ત યુવકને રેલવે ટ્રેક પર મૂકીને આત્મહત્યાનું સ્વરૂપ આપવા કર્યો હતો પ્રયાસ - Killing in love - KILLING IN LOVE

પ્રેમમાં વ્યક્તિ કઈ પણ કરી જાય તેવા કીસ્સાઓ અવાર નવાર જોવા મળે છે. ત્યારે આવો જ એક કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમમાં પડેલા પ્રેમી યુવકે પ્રેમિકા સાથે એક થવામાં આડખીલી રૂપ બનતા પતિને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધો છે. જાણો સમગ્ર વિગતો આ અહેવાલમાં.

પરણિત પ્રેમિકાને પામવા માટે કૌટુંબિક ભાઈએ કરી કૌટુંબિક ભાઈની હત્યા
પરણિત પ્રેમિકાને પામવા માટે કૌટુંબિક ભાઈએ કરી કૌટુંબિક ભાઈની હત્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 17, 2024, 6:24 PM IST

પરણિત પ્રેમિકાને પામવા માટે કૌટુંબિક ભાઈએ કરી કૌટુંબિક ભાઈની હત્યા (Etv Bharat Gujarat)

રાજકોટ: જેતપુર શહેરમાં વીસેક દિવસ પૂર્વે રેલ્વે ટ્રેક પર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ પરપ્રાંતીય કારીગરનું મોત ટ્રેનની ટક્કરથી નહી પરંતુ સાથી કારીગરને મૃતકની પત્ની સાથે અનૈતિક સબંધ હોય તે સંબંધમાં મૃતક બાધારૂપ લાગતા તેના માથાના તથા શરીરના ભાગે બોથડ પદાર્થથી ઇજા પહોંચાડી રેલ્વે ટ્રેક પર મૂકી દીધો હતો, જેથી કરીને કોઈને બબલુની હત્યા મનોજે કરી છે તેવી શંકા ન જાય પરંતુ પાપ હવે છાપરે ચડીને પોકાર્યું છે.

જેતપુર શહેરના જનતા નગરમાં રહેતો મૂળ યુપીના મીરજાપુર જીલ્લાના ભડેવલ ગામનો બબલુ મનુભાઈ બિંડ નામનો 45 વર્ષીય પરપ્રાંતીય મજૂર પાંચેક વર્ષ પૂર્વે જેતપુર શહેરમાં કારખાનાંઓમાં મજૂરી કામ માટે આવ્યો હતો. અહીં તેમના બે સાળાઓ અને કૌટુંબિક દિયર મનોજ વિજય બિંડ નામનો વ્યક્તિ પહેલાથી જ કારખાનામાં કામ કરતો હોવાથી તે બધા સાથે રહેતા હતાં. બાદમાં ત્રણેક વર્ષ પૂર્વે બબલુની પત્ની મીતા બે પુત્રી અને એક પુત્ર સાથે અહીં આવી જતા તમામ લોકો સાથે રહેતા હતા.

ગત તારીખ 26 જૂન 2024 ના રોજ બબલુ ઠેકેદાર શિવદાની સાથે એમ્પોરિયમ ટેક્ષટાઇલમાં કામ કરવા ચાલ્યા ગયા હતા. વહેલી સવારે કૌટુંબિક દિયર મનોજ ઘરે આવીને મીતાને જગાડીને જણાવેલ કે મનોજ રેલ્વે ટ્રેક પર પાટા પાસે પડ્યો છે તેને કોઈ ટ્રેનની ટક્કરથી માથાના તથા શરીરના બીજા ભાગમાં ઇજા પહોંચી છે. જેથી ઘટના સ્થળ પર જઈ બબલુને પ્રથમ અહીં સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ, રાજકોટ બાદ અમદાવાદ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ માથામાં ગંભીર ઇજાથી બબલુ કોમામાં જ હોય તેને અમદાવાદ સરકારી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યો અને ત્યાં ત્રણ દિવસની સારવાર બાદ બબલુનું મોત થતાં ત્યાં પી.એમ. કરાવી અંતિમ વિધિ માટે વતનમાં લઈ જવામાં આવ્યો હતો.

બબલુના મોતને કારણે તેનો કૌટુંબિક ભાઈ આરોપી મનોજ પણ વતનમાં સાથે આવેલ હતો. મૃતકની અંતિમવિધિ પૂર્ણ થતાં તેના સંતાનો જેતપુર હોવાથી મીતા સંતાનોને લેવા માટે મનોજ સાથે ટ્રેનમાં જેતપુર આવતી હતી. ત્યારે તેણી ટ્રેનમાં રડતી હતી. આ જોઈ મનોજે કિધેલ કે, તું રડ નહિ હું તારી સાથે લગ્ન કરીશ અને તારા સંતાનોને પણ સાથે રાખીશ અને આપણે પાંચેક વર્ષથી સબંધ તો છે જ અને તારી સાથે લગ્ન કરવા જ મેં તારા પતિ બબલુની હત્યા કરી નાંખી છે. આ સાંભળી મીતા ખૂબ ડરી ગઈ અને અનૈતિક સંબંધને કારણે પતિની હત્યા થઈ તે વાત બધાને જાણ થશે તો પરીવારની બદનામી થશે તે ડરે તેણી પોલીસ સ્ટેશને આવીને ફરીયાદ કર્યા વગર ચાલી ગઈ. ત્યારબાદ ખૂબ હિંમત કરી પોલીસ સ્ટેશને આવી અનૈતિક સંબંધમાં પોતાને પામવા કૌટુંબિક દિયરે પતિ બબલુની હત્યા કરી નાખ્યાની સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે મીતાની ફરીયાદ નોંધી આરોપી મનોજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મૃતક બબલુની પત્ની સાથે આરોપી મનોજને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આરોપીએ પોતાના હાથમાં અને શરીરના છાતીના ભાગે પોતાની પ્રેમિકાનું નામ પણ છુંદાવેલુ હતું, પરંતુ આ પ્રેમ સંબંધમાં ક્યાંક પતિ બબલુ આડખીલી રૂપ હોવાથી મૃતકને બોથડ પદાર્થ મારીને ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવ્યો હતો અને રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે બબલુનુ મોત નિપજ્યુ હતુ. આ બધો પ્લાન મનોજનો હતો જેતી હત્યાનો ભાંડો ન ફુટે પરંતુ આરોપીનો ભાંડો ફૂટી જતા પોલીસે આરોપી મનોજની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

  1. સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને જેલ હવાલે કરાઈ - Neeta Chaudhary in Jail custody
  2. વડગામના જલોત્રા ગામે ભારે વરસાદથી જમીન ધસતા વાહનો દટાયા - Heavy Rain Vadgam

    બાઈટ (૦૧):- મિતા બીંડ - મૃતક બબલુની પત્ની, જેતપુર

    બાઈટ (૦૨):- રોહિત ડોડીયા - DYSP – જેતપુર ડિવિઝન

    STORY PASS AND APPROVED BY MAYURIKA MAYA MADAM AND PARESHBHAI DAVE SIR

    LOCATION:- જેતપુર (રાજકોટ)

    STORY FORMATE:- VIDEO WITH VIO, BYTE, VIO, BYTE, VIO

    STORY DATA:- 01 VIDEO, 09 PHOTOS

    અહેવાલ:- આશિષ લાલકિયા
    મો. 9016201128

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.