ETV Bharat / state

અમદાવાદમાં લોકસભા ચૂંટણી મતદાનની તૈયારીઓને આખરી ઓપ, EVM-VVPAT ડિસ્પેચિંગની કામગીરી - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024 માટે આવતીકાલ 7 મેના રોજ રાજ્યની 25 લોકસભા બેઠક પર મતદાન થશે. અમદાવાદમાં મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લાના મુખ્ય અધિકારીઓની દેખરેખ હેઠળ EVM-VVPAT ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી છે.

EVM-VVPAT ડિસ્પેચિંગની કામગીરી
EVM-VVPAT ડિસ્પેચિંગની કામગીરી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2024, 1:10 PM IST

Updated : May 6, 2024, 3:22 PM IST

અમદાવાદમાં લોકસભા ચૂંટણી મતદાનની તૈયારીઓને આખરી ઓપ (Etv Bharat)

અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કામાં ગુજરાતની સહિત 11 રાજ્યની 93 બેઠકો પર આવતીકાલ 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન યોજાશે. જેમાં અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો મતદાન કરશે.

EVM-VVPAT ડિસ્પેચ : આજે અમદાવાદના 21 મથકથી EVM-VVPAT ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત જુદા જુદા મતદાન બુથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેશનરી EVM ડીસ્પેચની કામગીરી કરવામાં આવશે. એક ડીસ્પેચ યુનિટથી 222 બુથ પર EVM અને સ્ટેશનરી મોકલવામાં આવશે.

હેલ્પ ડેસ્કની વ્યવસ્થા : સઘન વ્યવસ્થા અને પારદર્શકતા સાથે EVM કંટ્રોલ રૂમથી ડીસ્પેચ કરવામાં આવ્યા છે. ડીસ્પેચ સેન્ટર પર કોઈ અગવડતા ન ઉભી થાય તે માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા સુચારુ વ્યવસ્થા (Etv Bharat)

ગરમીને ધ્યાને રાખી ખાસ સુવિધા : આ વખતે ઉનાળામાં ગરમી અને હિટવેવની આગાહીને ધ્યાને રાખીને ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન બુથ પર ORS અને પાણીની સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત મતદાન મથકો પર મેડિકલ ટીમ હાજર રહેશે. મતદાન મથક સુધી મોબાઈલ પર પ્રતિબંધ રહેશે. નોંધનીય છે કે, 7 મેના રોજ અમદાવાદમાં પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા : અમદાવાદના બુથ પર પોલીસ બંદોબસ્ત સાથે ટ્રાફિક નિયમન વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. ચૂંટણીલક્ષી સ્ટેશનરી, EVM, વીવીપેટનું ડિસ્પેચ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીઓ સ્ટ્રોંગરૂમ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. મતદાન માટે કેટલાક વિશેષ બુથની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ગતરોજ સાંજના આચારસાહિતા લાગુ થતા ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારે હવે શહેરમાં લાગેલા ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા છે. આ સાથે રેલી અને સભા ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

  1. અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો કરશે મતદાન, કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ સજ્જ
  2. મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો - Run For Vote

Last Updated : May 6, 2024, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.