ETV Bharat / state

ગાંધીનગર જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો: હજુ ભારે વરસાદની આગાહી - Gujarat Rain Updates

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 8:19 PM IST

ગાંધીનગરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ઘમા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં ખોદકામની કામગીરીને લઈને લોકોને પરેશાની પણ થઈ હતી. આ સાથે જ હજુ વધુ વરસાદ પડવાની આગાહી છે.- Gujarat Rain Updates

ગાંધીનગર જિલ્લામાં સર્વત્ર વરસાદ
ગાંધીનગર જિલ્લામાં સર્વત્ર વરસાદ (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવારે જિલ્લામાં વરસાદ પડયો હતો જે પછી શનિવારે પણ વરસાદ રહ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ દિવસ દરમિયાન રાજ્યના પાટનગરમાં ૨ ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે. તો બીજી તરફ દહેગામમાં ત્રણ, માણસામાં દોઢ, કલોલ અને ગાંધીનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શુક્રવારે બપોર પછી વરસાદે વિરામ લીધો હતો અને શનિવારે ફરી સામાન્ય વરસાદ રહ્યો હતો.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થયા છે. આ વર્ષે એક સપ્તાહ મોડા વરસ્યા હોય તે પ્રકારે વાતાવરણમાં પલટો આવતો હતો. વરસાદ વરસ્યા વગર વાદળો પસાર થઈ રહ્યા હતા. તો બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી ચોમાસાની મોસમ જામી હોય તે પ્રકારે વરસાદ છૂટો છવાયો પડતો હતો. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુરુવારે બપોરના સમયે વરસાદ પડયો હતો. બીજી તરફ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડી રહ્યો છે.

આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યોઃ દહેગામ, માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે આ વરસાદની અવિરત ગતિ શુક્રવારે ચાલુ રહી હતી. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ શુક્રવારે ઉકલાટ બાદ બપોર બાદ ધોધમાર વરસાદ પડયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ જિલ્લાના તમામ તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તે પ્રકારે વરસાદ પડયો છે. તો દહેગામ તાલુકામાં દિવસ દરમિયાન ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.જ્યારે માણસા તાલુકામાં પોણા બે ઇંચથી વધુ અને ગાંધીનગર તાલુકામાં એક ઇંચ વરસાદ પડયો છે. શુક્રવારે બપોરના સમયે શરૃ થયેલા વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.તો ભેજના પ્રમાણમાં વધારો નોંધાવા પામ્યો છે અને સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.

વરસાદના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો હાલમાં ચાલી રહેલી ખોદકામની પ્રવૃત્તિના પગલે ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે વરસાદી પાણી ભરાવાથી ભુવા પડી ગયા હતા. તો અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા. ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી. તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વાવમાં આવેલ લોકનિકેતન ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો - MP Ganiben Thakor in Vav

પાવી પાસે ભારજ નદી પર નેશનલ હાઇવે રોડનું ડાયવર્ઝન ધોવાયું, વાહનોની અવર જવર બંધ કરવામાં આવી - Diversion washed away near Jetpur

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.