સુરત: લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં માત્ર એક મહિના જ બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અને તકેદારીઓ લેવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારે ખામી ન સર્જાય આ માટે તાલીમ આપવાની શરૂઆત પણ કરાવી છે આ વચ્ચે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા 1500 સરકારી કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
લોકસભા ચૂંટણી તાલીમમાં ગેરહાજર રહ્યા કર્મચારીઓ
સુરતની સાત વિધાનસભા બેઠક વિસ્તારમાં હાલ જ ચૂંટણી પંચ દ્વારા તબક્કા વાર તાલીમ આપવામાં આવી રહી છે જે તાલીમ 27 માર્ચ થી 31 માર્ચ સુધી યોજાઇ હતી. બેઠક વિસ્તારમાં હાલ જ ચૂંટણી પંચ દ્વારા તબક્કા વાર તાલીમ આપવામાં આવી હતી. જે તાલીમ 27 માર્ચ થી 31 માર્ચ સુધી યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જોડાયેલા 25,000 થી પણ વધુ કર્મચારીઓને તાલીમ આ સમય મર્યાદામાં આપવાની હતી. જોકે આ તાલીમમાં 10000થી પણ વધુ કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાંથી 1500 એવા સરકારી કર્મચારીઓ હતા જેઓ ગેરહાજર રહેવા પર યોગ્ય કારણ જણાવી શક્યા નહોતા. જેમને જિલ્લા પંચાયતે નોટકારી છે.
કુલ 25,000 થી પણ વધુ કર્મચારીઓને અમે તાલીમ આપવાના હતા. આ તાલીમ દરમિયાન 10000 જેટલા અધિકારી અને કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા. તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેમાંથી 1500 જેટલા કર્મચારીઓ યોગ્ય કારણ આપી શક્યા નહોતા. જેથી આ તમામ 1500 સરકારી કર્મચારીઓને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. - આર.સી.પટેલ (એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર)