ETV Bharat / state

સિંગર હિમાલી વ્યાસ નાયક અમદાવાદીઓને રમાડશે ગરબા, બોલાવશે ગરબાની રમઝટ - SINGER HEMALI VYAS NAYAK

4 દેશોમાં પ્રિ-નવરાત્રિ સેલિબ્રેટ કર્યા પછી હિમાલી 3 થી 12 ઓક્ટોબર શહેરીજનોને ગરબે રમાડશે. ત્યારપછી કેનેડામાં પોસ્ટ નવરાત્રી સેલિબ્રેશન માટે જશે.આ અંગે હિમાલી વ્યાસે ETV ભારત સંવાદદાતા રોશન આરા સાથે EXCLUSIVE વાતચીત કરી. SINGER HEMALI VYAS NAYAK

સિંગર હિમાલી વ્યાસ નાયક અમદાવાદીઓને રમાડશે ગરબા
સિંગર હિમાલી વ્યાસ નાયક અમદાવાદીઓને રમાડશે ગરબા (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 10:40 PM IST

Updated : Sep 14, 2024, 10:46 PM IST

સિંગર હિમાલી વ્યાસ નાયક અમદાવાદીઓને રમાડશે ગરબા (Etv Bharat)

અમદાવાદ: સિંગર પરફોર્મર હિમાલી વ્યાસ નાયકની સાથે ગરબે રમવા માત્ર અમદાવાદીઓ જ નહીં. દુનિયાભરના ગુજરાતીઓ તૈયાર છે. શહેરના નવજીવનના કર્મા કેફે ખાતે તેમની પ્રિ-નવરાત્રી વર્લ્ડ ટુર અને ચિંતન નાયકે લખેલ અને રથીન મહેતાએ સ્વરબદ્ધ કરેલ ‘નવખંડ ગરબો’ની લોન્ચિંગ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં આગામી નવરાત્રીનું હિમાલી વ્યાસ નાયકનું શેડ્યુલ પણ જાહેર કરાયું છે.

હિમાલી વ્યાસ નાયક 4 દેશોની પ્રિ-નવરાત્રિ ટૂર કરશે: માત્ર અમદાવાદીઓ જ નહીં યુરોપના 4 દેશોની પ્રિ-નવરાત્રિ ટૂર દરમ્યાન પણ હિમાલી વ્યાસ નાયક દરિયાપારના ગરબા પ્રેમીઓને ગરબે રમાડશે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, 19 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમ્યાન હું જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ અને પોર્ટુગલના ગરબા પ્રવાસે જવાની છું. જ્યાં 2 વિકેન્ડમાં ધમાકેદાર 4 શો કરીશ. પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનમાં દરિયાપારના ગુજરાતીઓને ગરબે રમાડ્યા પછી હું તરત જ પોતાના હોમટાઉન અમદાવાદ આવવવાની છું અને 3થી 12 ઓક્ટોબર દરમ્યાન અમદાવાદીઓને રાસ, ડાકલા, દોઢીયું અને દેશી ગરબાની મોજ કરાવીશ.

સિંગર 450 ગરબા મોઢે ગાય છે: આ ગુજ્જુ ગર્લ આજે પણ 450 ગરબા મોઢે ગાય છે અને ગરબાને ગ્લોબલ લેવલે લઈ જવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2015 અને 2017માં એકમાત્ર ગુજરાતી આર્ટિસ્ટ હિમાલીએ અમેરિકાનું નેશનલ એન્થમ અમેરિકાની ધરતી પર પરફોર્મ કરેલું છે. હિમાલીએ ઉસ્તાદો સાથે પરફોર્મ કર્યું છે. તેમણે કૃષ્ણ મોહન ભટ્ટ, શાન, પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ અને આશિત દેસાઈ જેવા સિનિયર કલાકારો સાથે પોતાની નિપૂણતા રજુ કરી છે. આર્ટ અને એજ્યુકેશનનું મજબૂત બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવતા હિમાલીને તેના દાદા અને માતા-પિતા પાસેથી સંગીત વારસામાં મળ્યું છે. આ અંગે વાત કરતા હિમાલી વ્યાસ નાયકે કહ્યું કે, આપણો ગરબો ગ્લોબલ લેવલે એટલે કે 4 દેશોમાં રજૂ કરવાની મને તક મળી છે. 'જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' ની વાત ગરબા થકી વહેતી કરવાનો આનંદ છે. આ વર્લ્ડ ટૂર પછી નવરાત્રીમાં અમદાવાદમાં પણ ગરબાની મોજ કરાવીશ.

હિમાલી વ્યાસ નાયક વિશે: હિમાલી વ્યાસને 4 વર્ષની ઉંમરથી જ શાસ્ત્રીય સંગીતની તાલિમ મળેલી છે. તેમને ગુરુ ડો. વિરાજ અમર અને પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય પાસેથી આ તાલિમ મળી છે. આ ઉપરાંત લંડનની ટ્રિનીટી કોલેજમાંથી વેસ્ટર્ન રોક અને પોપ મ્યુઝિકની તાલિમ પણ લીધી છે. તે ગ્રેડ 8 લેવલની પરીક્ષામાં 98% સાથે નેશનલ ટોપર રહી છે. હિમાલીએ ભારત, યુએસએ, યુકે, મધ્ય પૂર્વીય દેશો અને ચીનમાં 15 કરતાં વધારે વર્ષથી ભારતીય શાસ્ત્રીય, પ્રાદેશિક, લોક અને ફ્યુઝન સંગીત રજૂ કરી રહી છે. આ ઉપરાંત 15 ગુજરાતી ફિલ્મો, નાટકો અને કોમર્શિયલ એડ જિંગલ્સમાં પ્લેબેક આપ્યું છે. આ ગુજરાતી આર્ટિસ્ટનું સંગીત સોની મ્યુઝિક, ટાઈમ્સ મ્યુઝિક, યુનિવર્સલ મ્યુઝિક, MTV અને સારેગમ, સૂર સાગર જેવા વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મ્યુઝિક લેબલ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.

હિમાલી વ્યાસ નાયકને મળેલા પુરસ્કાર: ગુજરાત સરકાર અને ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા શ્રેષ્ઠ કલા સાધક અવોર્ડ, કવિશ્રી રાવજી પટેલ યુવા પ્રતિભા અવોર્ડ, સંગીત રત્ન અવોર્ડ, ડોટર ઓફ ગુજરાત એવોર્ડ મળ્યા છે. 2006માં હિમાલીને ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન દ્વારા ‘ગુજરાતની શ્રેષ્ઠ ગાયિકા’ એવોર્ડ અને 2008માં ગુજરાત સરકારનો બેસ્ટ પ્લેબેક સિંગર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

  1. સુરતમાં 4 વર્ષના બાળકને તાવ આવતા થયું મોત, પરિવાર શોકમાં ગરકાવ, તંત્ર માટે ચિંતાજનક - Child dies of fever
  2. મેટ્રો ટ્રેનનું ઓબ્ઝર્વિંગ સર્વિસ સ્ટેશન એન્ડ ટ્રેકશન સર્વિસ સ્ટેશન સિસ્ટમ પર કેવી રીતે ચાલે છે ચાલો જાણીએ - Ahmedabad to Gandhinagar Metro

Last Updated : Sep 14, 2024, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.