નવસારી: ચોમાસુ એ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થતું હોય છે, પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખેડૂતો માટે અભિશાપ રૂપ સાબિત થયું છે. વરસાદ સમયે ફુકાયેલા ચક્રવાતના કારણે 620 થી વધુ આંબા અને ચીકુના અને કેળાના 1250 જેટલા ઝાડો ધરાશાહી થયાની સ્થિતિ નિર્માણ થઈ છે. જેને લઇને ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
નુકસાનની ભરપાઈ તંત્ર કરી આપે તેવી ખેડૂતોની માંગ: કેરી અને ચીકુ માટે વખાણ આપો નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકાના ચીકુ સમગ્ર ઉત્તર ભારતમાં નિકાસ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને મોટાપાયે આવક ઊભી રહેતી હોય છે. ગણદેવી તાલુકાના હજારો હેક્ટરમાં બાગાયતી પાકો આવેલા છે, પરંતુ હાલ ચોમાસા દરમિયાન એક નાનું ચક્રવાત ફૂકાયું હતું જેના કારણે કેરી અને ચીકુના 620 થી વધુ જાડો અને કેળાના 1250 જેટલા વૃક્ષો પડી જવાની સ્થિતિ નિર્માણ થઈ છે. એક આંબા અને કેરીનું ઝાડ અંદાજે 10000થી વધુની આવક ખેડૂતોને રળી આપે છે અને એ સહકારી ધોરણે વેચાણ કરવાના કારણે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે પરંતુ વાવાઝોડાના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે ખેડૂતોએ મોટાભાઈ નુકસાન સહન કરવાનો વારો આવી શકે તેમ છે કરોડો રૂપિયાનું નુકસાન ગણી શકાય નુકસાનની ભરપાઈ તંત્ર કરી આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું: ખેડૂતે જગતનો તાપ છે અને વિવિધ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી ખેતીમાં નુકસાની સહન કરવા મજબૂર બન્યો છે ત્યારે ગણદેવી તાલુકાના 17 જેટલા ગામોમાં ચક્રવાત ફુકાયું હતું જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે. કેરી અને ચીકુ નો પાક પરિપક્વ થતા 15 વર્ષ જેટલું લાંબો સમયગાળો લાગે છે એક ઝાડ પડી જવાના કારણે ખેડૂતોએ 15 વર્ષ સુધી કરેલી મહેનત અને આવક ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો તંત્ર પાસે આપણે ક્યાં રાખી રહ્યા છે અને નુકસાની ભરપાઈ કરી આપે અને વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે.
પવનની ઝડપ વધારે હોવાના કારણે નુકસાન: જિલ્લા બાગાયતી અધિકારી દિનેશ પડાળીયા એ જણાવ્યું હતું કે, જિલ્લામાં આવેલા ચક્રવાતના કારણે ગણદેવી તાલુકાના ચાર થી પાંચ ગામોમાં ચક્રવાત પસાર થતાં પવનની ઝડપ વધારે હોવાના કારણે નુકસાન થયું છે. જેમાં અમે પ્રાથમિક સર્વે કરાવ્યો છે જેમાં નુકસાન વધારે હોવાનું સામે આવ્યું છે. સમગ્ર સ્થિતિને અમે જિલ્લા વિકાસ અધિકારી ના ધ્યાને મૂક્યું છે અને આખરી સર્વે ની મંજૂરી મેળવી દરેક ખેડૂતના ખેતરે જઈ સર્વે કર્યો છે. જેમાં 42 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર જોવા મળ્યો છે જેમાં 32 હેક્ટર માં 33% થી ઓછું નુકસાન હોવાનું જોવા મળ્યું છે..9.5 હેક્ટર ની અંદર 33% થી વધુ નુકસાન જોવા મળ્યું છે 650 જેટલા આંબા ચીકુ ફણસ ના વૃક્ષો જે 10 થી લઈને 50 વર્ષની ઉંમરના ધરાસાઈ થઈ મૂળમાંથી નીકળી ગયા છે એ સિવાય 1250 જેટલા કેળના વૃક્ષોને નુકસાની થવા પામી છે. જે સમગ્ર સર્વેનો આંક આજકાલમાં અમે કલેકટરશ્રીને સબમિટ કરીશું અને જે કંઈ સરકારી ગાઈડલાઈન મુજબ જે કંઈ પણ પગલાં લેવાના હશે સહાય માટે લેવામાં આવશે.
કઈ રીતે વળતર ચૂકવવામાં આવશે: ડિઝાસ્ટરના ખેતીવાડી માટે જે ધારા ધોરણ નક્કી કર્યા છે બહુવર્ષીય ફળ પાકો એક હેક્ટરે 18 હજાર રૂપિયા આપવામાં આવતા હોય છે. વર્ષાયું પાક કેળા જેવા 13,800 જેવી સહાય ચૂકવવામાં આવે છે. જેમાં 30% થી ઉપરની નુકસાની હોય તો આ સહાય પાત્ર લેવામાં આવે છે.