ભાવનગર : ભાવનગરના યુવાનોના માતાપિતાઓ માટે લાલબત્તી સમાન દિવસો હોય તેમ લાગી રહ્યું છે. SOG પોલીસે બે ઘટનામાં ડ્રગ્સ ઝડપી લીધું છે. ભાવનગરના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે કે ચડાવવા કારસો ઘડાઈ રહ્યો છે તેવો સવાલ જરૂર ઉભો થાય છે. ગુજરાતના પોર્ટ ઉપરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે નાની માછલીઓ ડ્રગ્સના વેચાણમાં લાગી હોય તેમ લાગી રહ્યું છે.જો કે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે ડ્રગ્સ ભાવનગરવાસીઓ માત્ર જરૂર ચિંતાનો વિષય બન્યું છે.
વેળાવદર ભાલપંથકમાં બાતમીના પગલે ઝડપાયું : ડ્રગ્સ ભાવનગર એસએજી પોલીસને બાતમી હતી કે એક ખાનગી કારમાં ડ્રગ્સ ભાવનગર આવી રહ્યું છે. જેને પગલે ભાવનગર એસઓજી પોલીસે નિરમાના પાટીયા પાસે વોચમાં રહેતા એક બલેનો કાર બાતમીવાળી આવતા તેની તપાસ કરી હતી. કારમાં સવાર ચાર શખ્સો સાથે મળી આવેલા ડ્રગ્સને લઈને નાર્કોટિક્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને સ્થળ ઉપર આવીને પંચોની હાજરીમાં તપાસ કરી આ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પોલીસે સનેસ પોલીસ સ્ટેશનમાં ધોરણસર NDPS એક્ટ નીચે ગુનો દાખલ કર્યો હતો. ભાવનગરમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હોય તેવા કિસ્સામાં આમ વધારો થયો છે.
બાઈટ -
મુંબઈના ડોંગરી વિસ્તારમાંથી ડ્રગ્સ લાવતા ચાર ઝડપાયા : ભાવનગર એસઓજી પોલીસે નિરમાના પાટીયા પાસેથી કાર લઈને આવતા તોફિકભાઈ અહેમદભાઈ મનસુરી, એજાઝભાઈ હનીફભાઈ મન્સૂરી, અલ્ફાભાઇ સાદિકભાઈ ગોરી અને હુસેનભાઇ અખ્તરભાઈ કલીવાળાને ઝડપી લીધા હતા. એનડીપીએસ એક્ટ આરોપીઓની તપાસમાં આ ડ્રગ્સ તેઓ મુંબઈના ડોંગરી વિસ્તારમાંથી લાવ્યા હોવાની કબુલાત આપી હતી. મેફેડ્રોન એમડી ડ્રગ્સ 91.800 મિલિગ્રામ જેની કિંમત 9,18,000 થવા જાય છે તે ઝડપી લેવામાં આવ્યું હતું. જોકે પોલીસે ધોરણસર મોબાઇલ, બલેનો કાર સહિત અન્ય મળીને કુલ મુદ્દામાલ 16,34,70 નું કબ્જે લઈને સનેસ પોલીસ સ્ટેશનમાં ધોરણસર NDPSના કાયદા મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સોંપી હતી.
ખાનગી બસમાંથી પણ મહિલા પુરુષ ઝડપાયાનો બીજો કિસ્સો : ભાવનગર એસઓજીએ એક કારમાં માત્ર ચાર શખ્સો સાથે ડ્રગ્સનો જથ્થો નથી ઝડપ્યો પરંતુ એક અન્ય કેસમાં પણ ચાર લોકોને ઝડપી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જો કે પ્રથમ ઘટનાને લઈને ડીવાયએસપી આર આર સિંઘલ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. પરંતુ બીજા કિસ્સામાં એનડીપીએસ એક્ટ આરોપીઓની હજુ સઘન તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. જો કે સૂત્રોના જણાવવા પ્રમાણે બીજા કિસ્સામાં એસઓજી પોલીસે ખાનગી ટ્રાવેલ્સ મારફત 339.77 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે કુલ 33,97,700 ની કિંમતનો જથ્થો ઝડપથી હોવાનું સંભળાઈ રહ્યું છે. 24 કલાકમાં બે ડ્રગ્સના કેસમાં ભાવનગર એસઓજી પોલીસે સફળતા મેળવી છે. આમ જોવા જઈએ તો 24 કલાકમાં 43,15,700 નો ડ્રગ્સ સાથે કુલ આઠ આરોપીઓ ઝડપાયો હોવાનું પણ સૂત્ર જણાવી રહ્યા છે.જો કે ડીવાયએસપી આર. આર. સિંઘલે બીજા કેસ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હોઈ અને કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું છે.