ETV Bharat / state

સુરત શહેરમાં વધુ એક મોટા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, 7 આરોપી ઝડપાયા - Drugs network caught in Surat

સુરત શહેર પોલીસ દ્વારા "નો ડ્રગ્સ ઇન સુરત સીટી" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ડ્રગ્સની હેરફેર કરતાં આરોપીને સુરત પોલીસ દ્વારા ઝડપવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ નેટવર્કને પકડી પડતાં તેનો પર્દાફાશ કરવામાં આવ્યો. જાણો સંપૂર્ણ બાબત આ અહેવાલમાં. Drugs network caught in Surat

સુરત શહેરમાં ચાલી રહેલ ડ્રગ્સ નેટવર્કનો પોલીસે કર્યો પર્દાફાશ, 7 આરોપી ઝડપાયા
સુરત શહેરમાં ચાલી રહેલ ડ્રગ્સ નેટવર્કનો પોલીસે કર્યો પર્દાફાશ, 7 આરોપી ઝડપાયા (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 12:06 PM IST

સુરત શહેર પોલીસ દ્વારા "નો ડ્રગ્સ ઇન સુરત સીટી" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે (etv bharat gujarat)

સુરત: શહેર પોલીસ દ્વારા "નો ડ્રગ્સ ઇન સુરત સીટી" અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા અનેક ઈસમોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે સુરતના યુવા નશાના રવાડે ન ચડે એટલે પોલીસ સતત કામગીરી કરી રહી છે, અને માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયા તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી રહી છે. આવા ઈસમો સામે ndps એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વાર બાતમીના આધારે 23 જૂન 2024ના રોજ રાબીયા નામની મહિલા મુંબઈથી પોતાના મિત્ર સફિક સાથે સૂર્યનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ બાંદ્રા જોધપુર ટ્રેનમાં સુરત આવી રહી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ નેટવર્કને પકડી પડતાં તેનો પર્દાફાશ કરવામાં આવ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ નેટવર્કને પકડી પડતાં તેનો પર્દાફાશ કરવામાં આવ્યો (etv bharat gujarat)

સુરત ક્રાઈમ બ્રાન્ચની કામગીરી: સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશન બહાર વોચ ગોઠવી હતી અને મૂળ મહારાષ્ટ્રના ગોવંડીની રાબિયા તેમજ ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી સફિકખાન પઠાણની ધરપકડ કરવામાં આવી હતી, અને તેની પાસેથી 252.34 ગ્રામ ડ્રગ્સનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત 25,23,400 રૂપિયા થાય છે.

2,08,900 રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું: રાબિયા અને સફિકખાનની પૂછપરછ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, તે મુંબઈમાં અજાણ્યા વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવતી હતી અને સુરતમાં રહેતા મોહસીન શેખ તેમજ સરફરાજ અને ફૈસલને આપતી હતી. આ જાણ્યા બાદ આરોપીને શોધવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. બાતમીના આધારે સરફરાજ ઉર્ફે સલમાનને રાંદેર ખાતે આવેલ કાસા મરીના હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ ભરૂચના જંબુસરનો રહેવાસી છે અને તે હાલ રાંદેર રામનગરમાં રહે છે. પોલીસે સરફરાજ સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટનો ગુનો રજીસ્ટર કરાવ્યો છે. તેની પાસેથી 28.790 ગ્રામ 2,08,900 રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

NDPS એક્ટનો ગુનો દાખલ કર્યો: સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બીજા વોન્ટેડ આરોપી ફૈસલને રાંદેર રામ રેસીડેન્સી પાસે જાહેર રોડ પરથી ઝડપી પાડ્યો હતો, અને તેની સાથે યાસીન મુલ્લાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 31.55 ગ્રામ એટલે કે 3,15,500નું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આરોપી સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઇસમે બિલ્ડીંગ કૂદીને છટકવાના પ્રયત્ન કર્યા: આ ઉપરાંત આરોપી મોહસીન શેખ તેના મિત્ર અષ્ટભાકના ઘરે છુપાયો હોવાની બાતમી પોલીસને મળી હતી. તેથી પોલીસે રુદરપુરા કુંભારવાડ ખાતે તપાસ કરી હતી. ત્યારે પોલીસને જોઈને એક ઇસમ બિલ્ડીંગ કૂદીને ભાગવા જતા તેની ઈજા થઈ હતી. ત્યારબાદ આ ઇસમને પોલીસે ઝડપી પાડી તેનું નામ પૂછતા અશફાક શેખ તેનું નામ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અશફાકને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો અને તેની સામે અઠવા પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 14.470 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની કિંમત 1,44,700 રૂપિયા થાય છે.

પોલીસના હાથે ઝડપાયા 7 આરોપી: અન્ય એક આરોપી આસિફ ઉર્ફે બાબુ અઠવાલાઇન્સની શ્રુતિ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે હોસ્પિટલમાંથી સૈયદ ઉર્ફે બાબુની ધરપકડ કરી તેની પાસેથી 27.500 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને આરોપી સામે અઠવા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આરોપી પાસેથી જે ડ્રગ્સ મળ્યું હતું તેની કિંમત 2.75 લાખ રૂપિયા થાય છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં અલગ અલગ પાંચ જગ્યા પર રેડ કરીને 354.650 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેની કિંમત 35,46,500 થાય છે. પોલીસના હાથે ઝડપાયેલા 7 આરોપીમાં રાબીયા બી શેખ, સફિક ખાન પઠાણ, સરફરાજ ઉર્ફે સલમાન, ફૈસલ કચરા, યાસીન મુલ્લા, અશફાક શેખ અને સૈયદ આશિફ ઉર્ફે બાબુનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક, પાલ પોલીસ સ્ટેશનમાં એક, રાંદેર પોલીસ સ્ટેશનમાં એક અને અઠવા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, આરોપી સરફરાજ ઉર્ફે સલમાન સામે અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં છ ગુના નોંધાયા છે. ફેશલ સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે.

  1. ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચોનું લાઇવ સ્ટ્રીમીંગ અને સટ્ટો રમાડતા 3 ઝડપાયા, આ રીતે ચલાવતા ગોરખધંધો - Online cricket betting exposed
  2. અમદાવાદના ઓઢવની ફેક્ટરીમાં બ્લાસ્ટ, માલિક અને કારીગરનું મોત,4ને ઈજા - Two died in warehouse explosion

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.