ETV Bharat / state

480 crore drug case : પોરબંદરના સમુદ્રમાંથી પકડાયેલા ડ્રગ્સનો મામલો, છ આરોપીના રિમાન્ડ મંજૂર - 480 crore drug case

પોરબંદરના સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડે સફળ ઓપરેશન કરી 480 કરોડના ડ્રગ સાથે છ આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરી પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોરબંદરના સમુદ્રમાંથી પકડાયેલા ડ્રગ્સનો મામલો

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 11:55 AM IST

પોરબંદર : ગત 12 માર્ચના રોજ પોરબંદરથી 350 કિમી દૂર ભારતીય જળસીમામાંથી રૂ. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની નાગરિકોની બોટ સાથે ધરપકડ કરાઈ હતી. આજે 7 દિવસની રિમાન્ડની માંગ સાથે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

480 કરોડનું ડ્રગ ઝડપાયું : ભારતીય જળસીમામાં પોરબંદરના દરિયામાં ATS, કોસ્ટગાર્ડ અને NCB ના સંયુક્ત ઓપરેશ દરમિયાન 6 પાકિસ્તાની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 480 કરોડના ડ્રગ્સ ભરેલી બોટ સાથે 6 પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા બાદ ગઈકાલે આ શખ્સોને બોટ સાથે પોરબંદરના દરિયાકાંઠે લાવવામાં આવ્યા હતા. આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

6 પાકિસ્તાની આરોપી : પકડાયેલા આરોપીઓમાં પાકિસ્તાનના બલુચિસ્તાનના ગામ ચુરબંદર પસની ગ્વાદરના બહર અલી, અંદાઝલાલા લાલાઅકબર, મુતાલીબખાન જંગી કલીશાર, ઝુબેરઅહેમદ શેર મોહમદ, કોલાહી મહોલ્લાના મોહમદ અયાઝ મોહમદ હિસાર અને પસનીના વોર્ડ નં. 5 મા રહેતા મોહસીન હુસૈનનો સમાવેશ થાય છે.

  1. Drugs Seized: પોરબંદરના દરિયામાંથી 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકના 6 આરોપીને પોરબંદર લવાયા
  2. Drugs Seized From Porbandar: સમુદ્રમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો મામલો, 5 ઈરાની આરોપીઓને મેડિકલ માટે હોસ્પિટલ લઇ જવાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.