વેરાવળ: વેરાવળ ડ્રગ્સ કાડમાં સોમનાથ પોલીસે જામનગરના અલારખા નામના ઈસમની અટકાયત કરી છે. માછીમારીની બોટમાંથી પકડાયેલા ડ્રગ્સના મામલામાં પોલીસ પકડમાં રહેલા ત્રણ આરોપીઓ પાસેથી જે પ્રકારે પોલીસને પૂછપરછ દરમિયાન વિગતો પ્રાપ્ત થઈ હતી તેના પરથી જામનગરના અલ્લારખાનું પણ સમગ્ર ડ્રગ્સ કાંડમાં કનેક્શન ખુલતા પોલીસે જામનગરથી તેની અટકાયત કરીને સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કોલ ડીટેલની પણ થશે તપાસ: વેરાવળ ડ્રગ્સ કાડમાં 250 કરોડ કરતાં પણ વધુની કિંમતનું હેરોઈન પોલીસે પકડી પાડ્યું હતું. જેમાં ત્રણ આરોપી વેરાવળ બંદર પરથી જ પકડાઈ ગયા હતા. જ્યારે માછીમારીની બોટમાં રહેલા અન્ય ખલાસીઓને પણ પોલીસે ડીટેઇન કર્યા છે. આ તમામની પૂછપરછમાં જામનગરના અલ્લારખાનુ કનેક્શન ખુલ્યું છે, તે ગુજરાતનો ડ્રગ્સ હેન્ડલર હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ પકડમાં રહેલા અન્ય ઈસમોની પુછપરછ કરતા સમગ્ર મામલાની જાણ પોલીસને થઈ છે, ત્યારે ટેકનિકલ વિગતો અને અન્ય કેટલા લોકોની સમગ્ર ડ્રગ્સ કેસમાં સંડોવણી કે ભૂમિકા છે તેને લઈને પણ સોમનાથ પોલીસ કામ કરી રહી છે
અલારખા ઈશાકના સંપર્કમાં: પોલીસ પકડમાં રહેલો અલારખા મુખ્ય હેન્ડલર ઈશાકના સંપર્કમાં હોવાની વિગતો પણ તેમને પ્રાપ્ત થાય છે પોલીસે તપાસ કરતા અલારખા ઈસાક અને તેના સમગ્ર પરિવાર સાથે પણ પાછલા ત્રણ વર્ષથી સતત સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે ઈશાક ભારત બહાર થી ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડતો હતો ગુજરાતમાં ડ્રગ્સ પહોંચ્યા બાદ ઈશાકની સૂચના નું અમલ કરવાની કામગીરી જામનગરમાં બેઠા બેઠા અલારખા કરી રહ્યો હતો તેવી વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી છે.