સુરત: ગુજરાત ATSના ટીમને બાતમી મળતા 2 PI અને 5 PSI સહિતની ટીમ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પતરાંના શેડમાં રેડ કરી હતી. આ એસ્ટેટના પતરાંનો શેડ ભાડે રાખી શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. રેડ દરમિયાન શેડમાંથી 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો હતો.
ત્રણ આરોપી ઝડપાયા: ATSએ 51.409 કરોડના મેફેડ્રોન સાથે સ્થળ પરથી સુનીલ યાદવ, વિજય ગજેરાને ઝડપી લીધા હતા. જ્યારે હરેશ કોરાટ નામના આરોપી અન્ય જિલ્લામાંથી ધરપકડ કરી હતી. આમ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ જૂનાગઢ, સુરત અને વાપીના રહેવાસી છે. સ્થળ પરથી ઝડપાયેલ બન્ને ઇસ્મનોને પલસાણા કોર્ટમાં રજૂ કર્યા હતા. અને ATSની ટીમે 9 દિવસ એટલે કે આગામી 26 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.