ETV Bharat / state

રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો વધ્યો, અમદાવાદમાં 1 લાખ બાળકો ટ્રેસ નથી થઈ રહ્યા: મનીષ દોશી - DROP OUT RATIO INCREASE IN GUJARAT

રાજ્યમાં ડ્રોપ આઉટ સતત વધી રહ્યો છે. બીજી બાજુ શિક્ષકોની અછત છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકારને આકરા પ્રહારો કર્યા હતા.

રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો વધ્યો, અમદાવાદમાં 1 લાખ બાળકો ટ્રેસ નથી થઈ રહ્યા: મનીષ દોશી
રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો વધ્યો, અમદાવાદમાં 1 લાખ બાળકો ટ્રેસ નથી થઈ રહ્યા: મનીષ દોશી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 3:34 PM IST

અમદાવાદ: રાજ્યમાં ડ્રોપ આઉટ સતત વધી રહ્યો છે. બીજી બાજુ શિક્ષકોની અછત છે. ત્યારે શાળાઓ બંધ કરી દેવી પડી રહી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા સરકારને ઘેરતા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત ત્રીજા ક્રમે: છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે વિદ્યાર્થીઓ ન થતા કેટલીક શાળાઓ બંધ કરી દેવી પડી રહી છે. ત્યારે બીજી બાજુ રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે. તે પણ ચિંતાનો વિષય છે. ત્યારે સરકારને ઘેરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. 21 પ્રવેશ ઉત્સવ અને શિક્ષણ વિભાગના દાવાઓનો પરપોટો ફૂટી ગયો છે"

રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો વધ્યો, અમદાવાદમાં 1 લાખ બાળકો ટ્રેસ નથી થઈ રહ્યા: મનીષ દોશી (Etv Bharat Gujarat)

1 લાખ બાળકો ટ્રેસ નથી થઇ રહ્યા: અમદાવાદમાં 1 લાખ બાળકો ટ્રેસ નથી થઈ રહ્યા, શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. વિદ્યા સમીક્ષાના અધિકારીઓની જવાબદારી સ્પષ્ટ થવી જોઈએ" તે બાબતે પણ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવી હતી.

શિક્ષકોની કમી ના કારણે બાળકોના શિક્ષણ પર અસર: પરિવારો ગરીબ બની રહ્યા હોવાથી બાળમજૂરી વધી રહી છે. ત્યારે બીજી બાજુ પ્રાથમિક શાળાઓને તાળા મારવા ઉપરાંત માધ્યમિક શાળાઓનો તાલુકા સેન્ટર પર અભાવ જોવા મળી રહ્યો છે અને શિક્ષકોની કમી ના કારણે બાળકો શાળાએ પહોંચી રહ્યા નથી.

આ પણ વાંચો:

  1. મકાઈનો દાણો બન્યો જીવલેણ ! નાના બાળકોના માતા-પિતા માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો
  2. અમદાવાદમાં ગાંધીનગર CID ક્રાઇમના દરોડા, ગેરકાયદેસર નાણાંની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.