ભાવનગર: શહેરમાં ચોમાસાના પ્રારંભથી ડ્રેનેજ ઉભરાવાના બનાવો વધી ગયા છે. ભાવનગર શહેરમાં અનેક સ્થળો પર ડ્રેનેજ ઉભરાવાથી સામાન્ય રાહદારીઓ પણ પરેશાન છે. જો કે ચોમાસાના પ્રારંભે અક્ષતપાર્કમાં સૌથી મોટી ડ્રેનેજ ઉભરાતા રસ્તા પર પાણી વહેતુ થયું હતું. જો કે ફરિયાદો કેટલી અને શા માટે ઉભરાય છે ડ્રેનેજ જાણો
ડ્રેનેજ ઉભરાતા રસ્તા પરના રાહદારી પરેશાન: ભાવનગરના હઝુર પાયગા રોડ પર હાલમાં ડ્રેનેજ ઉભરાતા, ચાલીને જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા અને સ્થાનિકો પણ સમસ્યાથી ત્રસ્ત છે. ત્યારે રસ્તા પર જતાં એક મહિલાએ જણાવ્યું હતું કે, "આ રસ્તાનો કંઈક નિકાલ કરો, સરકાર હાલવાના પૈસા લે છે પણ કંઈ કરતી નથી. ઘરડા માણસ પડી જાય તો જવાબદાર કોણ?" આ જ વિસ્તારમાં દુકાન ધરાવતા મુસ્તુફાભાઈ ડેરૈયાએ જણાવ્યું હતું કે, "મારી દુકાન હજૂર પાયગા રોડ ઉપર આવેલી છે. ત્યાં વારંવાર ડ્રેનેજનું પાણી ઉભરાય છે. ગઈકાલે સાફ કરવા આવેલા પણ આજે ફરી તેની તે જ પરીસ્થિતિ છે. અમારી તંત્રને અપીલ છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે."
ડ્રેનેજમાં ગોદડા,ઓશિકા મળ્યા: ડ્રેનેજ વિભાગના અધિકારી એન.બી. વઢવાણીયાએ જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝનમાં મહત્તમ ફરિયાદ ગટર ઉભરાવાની આવતી હોય છે, જેનું મુખ્ય કારણ અમુક જગ્યાએ તાત્કાલિક પાણી ન નીકળતા અમુક લોકો એના ગટરના ઢાંકણાઓ ખોલી અને પાણીનો નિકાલ કરતા હોય ત્યારે આ પ્રકારની ગટરો ઉઘરાવવાના પ્રશ્નો બને છે. આ દરમિયાન અક્ષર પાર્કની 12 mmની સ્ટ્રોંગ લાઈન છે એ મેક્સિમમ મોટામાં મોટી લાઇન થઈ ગઈ કે જેમાં અમે કચરો કાઢ્યો તેમાંથી ગોદડા, મોટા મોટા કપડાના બચકા, આ બધુ નીકળે છે. લોક જાગૃતિના અભાવે લાઇન ચોકપ થવાના પ્રશ્નો બનતા હોય છે.
મહિને આવતી ફરિયાદોનો આંકડો: ડ્રેનેજ અધિકારી એન.બી વઢવાણીયા એ જણાવ્યું હતું કે, હાલ અમારે ત્યાં છેલ્લા જૂન અને મે મહિનાથી 13 વોર્ડ ઓફિસો છે, તો 13 વોર્ડ ઓફિસમાંથી કુલ 4000 ફરિયાદોને લેવામાં આવેલી હતી. ત્યારે 13 વોર્ડની થઈને અમે બધી જ રૂટિન બેઝ ઉપર સોલ્વ કરીએ છીએ. ત્યારે ઓફિસ લેવલે જે ફરિયાદો આવે છે, ઓનલાઇન ફરિયાદ આવે છે. અહીંયા રૂબરૂ રજૂઆત કરવા માટે લોકો આવતા હોય છે તો એવી અમારી પાસે લગભગ 450 ફરિયાદો આવેલી છે એ પણ હવે ડેઇલી બેઝ અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.