પોરબંદર: કોલકાતામાં સમગ્ર દેશને હચમચાવી દેનારી હિચકારી બીજો નિર્ભયા કાંડ કહી શકાય એવી ઘટના બની હતી. કોલકાતામાં એક મહિલા ટ્રેની ડોક્ટર પર રેપની ઘટના બની હતી. જેના સંદર્ભે સમગ્ર દેશમાં રોષ વ્યાપી ગયો છે.
તબીબોએ પ્રતિકાત્મક રેલી યોજી: પોરબંદર સિવિલ હોસ્પિટલમાં પણ GMERS વિભાગના તબીબો તથા અન્ય સ્ટાફના લોકોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો અને કાળી પટ્ટી ધારણ કરી પ્રતિકાત્મક કરેલી યોજી હતી. આ ઉપરાંત થોડા દિવસ પહેલા આ ઘટનાનો વિરોધ કરી રહેલ તબીબો પર પણ પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યો હતો. તેનો પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.
આરોપીઓને સજા થાય માંગ કરી: પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી. જ્યારે અન્ય સેવા બંધ કરી તબીબી સ્ટાફે વિરોધ વ્યક્ત કરી કલકત્તામાં બનેલ રેપની ઘટનામાં આરોપીઓ પર કડકમાં કડક પગલાં ભરવા માંગ કરી હતી અને ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો.