રાજકોટ: રાજકોટ અગ્નિકાંડમાં 28 જેટલા લોકોમાં મૃત્યુ થયા છે. જેમાંથી બળી ગયેલા લોકોની ઓળખાણ કરવી ખૂબ મુશ્કેલ છે. આ માટે તંત્ર દ્વારા DNA ટેસ્ટ દ્વારા તંત્ર મૃતકોની ઓળખાણ કરી છે, જેમાં રાજકોટ અગ્નિકાંડમાં વધુ 4 મૃતદેહોના DNA મેચ થયા છે. તેની સાથે જ આ અગ્નિકાંડનો મૃત્યુઆંક 32એ પહોંચ્યો છે. નોંધનીય છે કે, આ અગ્નિકાંડમાં ઘણા લોકોના એટલી હદે બળી ગયા હતા કે તેમની ઓળખાણ કરવી પણ મુશ્કેલ બની રહી છે. મૃતકોની ઓળખ માટે FSLની મદદ લેવામાં આવી રહી છે.
4 લોકોના DNA થયા મેચ: FSL દ્વારા ગેમિંગ ઝોનમા મૃત્યું પામનારા 3 મહિલા સહિત 1 પુરુષના DNA મેચ થયા છે. જેમાં એક જ પરિવારની બે મહિલાઓના DNA મેચ થયા છે જેની FSL દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે. હજુ પણ FSL દ્વારા ગેમ ઝોનમાં વધુ મૃતદેહોના DNA મેચ કરવાની કામગીરી ચાલુ છે.આ FSLની 18 સભ્યોની ટીમ કામગીરી કરી રહી છે. અત્યારે FSLમાં મૃતદેહોની DNA ટેસ્ટની પ્રક્રિયા ટીમ દ્વારા રાત દિવસ કરવામાં આવી રહી છે. જેથી તેમના પરિજનોને તેમના સ્વજનોના દેહ સોંપવામાં આવેય