ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે દિવાળી પર્વને લઈને કર્મચારી માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. દિવાળી પર્વમાં સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓ તહેવારને માણી શકે તે માટે આ રજા આપવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના જાહેર કરાયેલા પરિપત્ર મુજબ કેલેન્ડર વર્ષ 2024 માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. તે મુજબ તારીખ 31 ઓક્ટોબર 2024, ગુરુવારના રોજ દિવાળીની જાહેર રજા, તારીખ 2 ઓક્ટોબર 2024, શનિવારના રોજ નૂતન વર્ષ દિવસ નિમિત્તે જાહેર રજા તેમજ તારીખ 3 ઓક્ટોબર 2024ના રોજ રવિવાર એટલે કે ભાઈબીજ નિમિત્તે પણ રજા જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત, સરકારી કર્મચારીઓ દિવાળીનો તહેવાર તેમના પરિવાર સાથે ધામધૂમથી મનાવી અને માણી શકે તે માટે તારીખ 1 ઓક્ટોબર 2024 શુક્રવાર પડતર દિવસ નિમિત્તે પણ રજા જાહેર કરવામાં આવી છે. તેના બદલે તારીખ 9 ઓક્ટોબર 2024 બીજો શનિવારના રોજ સરકારી કર્મચારીઓની કામગીરી ચાલુ રહેશે.
આ પણ વાંચો: