ભાવનગર:દિવાળીના તહેવારમાં હિંદુ ધર્મમાં અગિયારસથી લઈને દિવાળી સુધી દરેક ઘરોમાં રસોઈ કરવાની પરંપરા હતી. આધુનિકતાની સાથે નવી પેઢીમાં ઘરે રસોઈ બનાવવાની પરંપરા વિસરાઈ રહી છે. ત્યારે ETV BHARATએ એવા સમૂહની મુલાકાત લીધી હતી. જેમાં સંયુક્ત કુટુંબનો એહસાસ થાય તેમ પાડોશીઓ અને બહેનપણીઓ એકબીજાના ઘરે રસોઈ કરાવીને પર્વની ઉજવણી કરે છે.
બહેનપણીઓ અને પાડોશીઓની સમૂહ દિવાળી: ભાવનગરમાં દિવાળીમાં બહારનું નહિ લાવવા માટે ઘરે રસોઈ બને અને નવી પેઢીને પ્રેરણા આપવાની પરંપરા આજે પણ ચાલુ છે. ETV BHARATએ એવા મહિલાના સમૂહની મુલાકાત લીધી હતી. કે જેઓ દિવાળીમાં ઘરે જ નાસ્તો બનાવે છે.
દિવાળીના તહેવાર માટે બનાવ્યો અવનવો નાસ્તો: ગૃહિણી કોમલબેન ઠકકરે જણાવ્યું હતું કે,'મેં મૈસુબ બનાવ્યો છે આ મૈસુબ મે એકદમ સરળ બનાવ્યો છે. બહારનો જે મૈસુબ હોય છે એ બનાવવામાં અઘરો હોય છે. એટલે મેં એકદમ ઈઝી બનાવ્યો છે. પહેલાના જમાનામાં મમ્મી, મામી, કાકી, દાદી બધા ભેગા થઈને સંયુક્ત કુટુંબમાં રસોઈ બનાવતા હતા. હવે એ બધું વિસરાતું જાય છે. આથી અમે વિચાર્યુ કે બધા મિત્રો અને પાડોશી ભેગા થઈને એક એકના ઘરે અમે લોકો રસોઈ બનાવીએ છીએ. અને આનાથી અમને દિવાળીનો પણ આનંદ આવે, રેસીપીનો પણ આનંદ આવે એ માટે અમે પ્રયાસ કર્યો છે. વધુમાં કહ્યું કે આ મેં મેંદાની સ્ટીક બનાવી છે, તમે ફુદીનાની કે પાલકની જે પણ ફ્લેવર ગમે એ એની અંદર એડ કરી શકાય છે અને બનાવી શકાય છે. એટલે આખી નવી રેસીપી સાથે બનાવી છે.
ઘરે બનાવેલી ચિઝો શુદ્ધ સાથે જાણવા મળે રેસીપી: સમૂહના એક સભ્ય મોનાબેન પટેલે જણાવ્યું હતું કે,'કમલબેન એ મારા પાડોશી અને ખાસ મિત્ર છે. આજે અમે એના ઘરે ભેગા થયા હતા અને એણે અમને આજે બહુ જ સરસ ટોપરાનો 'મૈસુબ' બનાવતા શીખવાડ્યો છે. કે જેનું માપ બહુ સરળ છે. મૈસુબને બનાવવા માટે ખાંડ, ટોપરું, ઘી આ બધું એક સરખા પ્રમાણમાં લેવું. તમે જે પણ કપ કે કંઈ પણ વસ્તુ લો છો એને એક સરખા પ્રમાણમાં અને અડધો વાટકો જ પાણી મીક્ષ કરવું. એમાંથી એણે જે બનાવ્યું છે અને બહુ જ સરસ રીતે અને ફટાફટ બનાવ્યું છે.'
આ ઉપરાંત તે અમને ઘણું બધું અવનવું બનાવતા શીખવાડે છે. અને હવે મારી પણ ઈચ્છા છે કે બે ત્રણ દિવસ હવે અમે બધા રોજ બધાના અલગ અલગ ઘરે અવનવી વાનગીઓ બનાવીશું અને મારે પણ ઘુઘરા કરવા છે, એટલે અમે લોકો બધા મિત્ર ભેગા મળીને બનાવીશું.'
નવી પેઢીને પ્રેરણા અને શુદ્ધ ભોજનનો એહસાસ: સમૂહમાં કોમલબેનના ઘરે મૈસુબ અને મેંદાની ચિઝનું ફરસાણ બનાવવામાં આવ્યું હતું. ત્યારે કોમલબેનના દીકરાની પત્નીએ સાસુની રસોઈને લઈને યેશા ઠક્કરે જણાવ્યું હતું કે,'અત્યારની જનરેશન બધું બહારથી પેકેટને બધું વેરાઈટી હોય એટલે બધાને ઘરે બનાવતા આવડતું નથી, એટલે બધા મોસ્ટ ઓફલી બધું બહારથી જ લાવે, પણ અત્યારે અમારા સાસુ છે એમના ફ્રેન્ડ્સ છે એ બધા બધું એ લોકોને પહેલાના પ્રમાણે બધી રીત પ્રમાણે બધું ઘરે બનાવે છે. એનાથી અમને ઘણું શીખવા મળ્યું અને ઘરે બનાવી એ એટલે આપણા માટે હેલ્ધી પણ હોય.
આ પણ વાંચો: