અમદાવાદ: શહેરની ફેમિલી કોર્ટમાં દરરોજ આવતા કેસ બાબતે ફેમિલી કોર્ટના વકીલ આરીફ શેખે જણાવ્યું છે કે, અમદાવાદની ફેમીલી કોર્ટમાં દરરોજ 30 થી 40 નવા કેસ આવે છે આ કેસીસ મુખ્યત્વે ઘરના ઝઘડા પતિ-પત્નીના ઝઘડા તકરાર અને એમના અહંકારના કારણે વધારે આવે છે.
વકીલ આરીફ શેખે વધુ કહ્યું કે, '60 થી 70% કિસ્સાઓમાં પતિ પત્નીના ઝગડાઓ આવે છે. કોરોના પછી છૂટાછેડામાં ઝઘડાનું પ્રમાણ પણ વધ્યું છે અને હવે પરિવારની આર્થિક સંકળામણના કિસ્સા વધ્યા છે આની સાથે જ વર્તમાન સમયમાં મહિલા અને પુરુષની પ્રમાણિકતા બદલાય છે. મોબાઇલ, સોશિયલ મીડિયામાં વધુ પડતા સમય એ આ તનાવનું કારણ બને છે. ઉપરાંત સાસુ-સસરા સાથે બોલાચાલી કે અણબનાવના કિસ્સાઓ પણ વધ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના 10,000 થી વધુ કેસ પડતર છે. જેમાં સૌથી વધારે છૂટાછેડાના કેસ વૃદ્ધોએ પણ દાખલ કર્યા છે.
- આ કેસ અંગેની સંપૂર્ણ જાણકારી ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક ફોર ડિસ્ટ્રીક ગુજરાત ઉપર મુકવામાં આવેલી છે.
ફેમિલી કોર્ટના વકીલ પલક વાળંદે આ અંગે જણાવ્યું હતું કે, 'ફેમિલી કોર્ટમાં ત્રણ ટાઈપના કેસ દાખલ થાય છે જેમાં ડિવોર્સ, ડોમેસ્ટિક વાયોલન્સ, મેન્ટેનન્સના કેસીસનો સમાવેશ થાય છે.'
આ તમામ કેસીસના કારણ વિશે જણાવતા વકીલ પલક વાળંદ કહે છે કે, 'અત્યારે ઝઘડા વધી ગયા છે અને સાથે સાથે બેરોજગારી પણ વધી ગઈ છે. આ સિવાય લોકોના મોજ શોખ પણ વધ્યા છે. એવામાં મોજ શોખ પૂરા થતા નથી, મોટી મોટી લોનના લોકો હપ્તા ભરતા હોય છે તેનું ટેન્શન દરરોજ રહે છે, આ ટેન્શનના કારણે ઝગડા થાય છે. પરિણામે દરરોજ ફેમિલીમાં ટેન્શન રહે છે અને એ ટેન્શન કોર્ટ સુધી પહોંચે છે અને આ તકરાર ફેમિલી કોર્ટમાં દાખલ થાય છે. દરરોજ ડિવોર્સના ત્રણથી ચાર કેસ ફેમિલી કોર્ટમાં દાખલ થાય છે જેને ઉકેલવા માટે કોર્ટ કામ કરે છે. ઘણીવાર કેસનો ઉકેલ આવી જાય છે તો ઘણીવાર ડિવોર્સની નોબત પણ આવે છે આવી પરિસ્થિતિ સમાજમાં ઊભી થઈ ગઈ છે.
આ પણ વાંચો: