સુરત: સમગ્ર રાજયની સાથે સુરત જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીતે કામરેજ તાલુકાના દેલાડ, ભૈરવ ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. રોગ-જીવાત ડિજીટલ એપ્સ મારફતે જાણી શકાશે.
![સુરત જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-08-2024/gj-surat-rural02-kheti-gj10065_18082024172238_1808f_1723981958_1049.jpg)
રોગ-જીવાત ડિજીટલ એપ્સ મારફતે જાણી શકાશે: જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીતે જણાવ્યું હતું કે, ભારત સરકારની ડિઝીટલ ક્રોપ સર્વે યોજના અંતર્ગત અંદાજિત 2.27 લાખ સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ 45 દિવસમાં સર્વે કરવામાં આવશે. જિલ્લામાં કયા સર્વે નંબર પર કયો પાકનું વાવેતર કર્યું છે તે જાણી શકાશે. ભવિષ્યમાં કમોસમી વરસાદ કે પાક નુકશાની થશે. તો મીડિયા મારફતે જાણી શકાશે. રોગ-જીવાત ડિજીટલ એપ્સ મારફતે જાણી શકાશે.
100 ટકા પાણીપત્રક નમૂના નં 12 માં નોંધણી થશે: રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12ની નોંધણી કરવામાં આવતી હતી. જે પૂરે-પૂરી થતી નહોતી. ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં હવે 100 ટકા પાણીપત્રક નમૂના નં. 12માં નોંધણી થશે. પરિણામે નમૂના નં. 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે. સુરત જિલ્લાના કુલ 762 ગામની અંદાજિત 2.27 લાખ સર્વે નંબરમાં પાક વાવેતરનો સર્વે હાથ ધરાશે. આ સર્વે માટે ગામદીઠ ગામના જ એક વ્યકિતને ખાસ ટ્રેનિગ આપવામાં આવી છે. જેઓને એક ક્રોપમાં સર્વે માટે રૂ. 10 તથા એકથી વધુમાં રૂ. 12 લેખે મહેનતાણું ચુકવવામાં આવશે.
શું છે ડિજિટલ ક્રોપ સર્વે: દેશમાં પાક વાવેતરના રિયલ ટાઇમ ડેટા મેળવવા માટે ભારત સરકાર દ્વારા એગ્રીસ્ટેક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકેશનના માધ્યમથી જ ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે કામગીરી ગ્રામ્ય સ્તરે પસંદ થયેલા સર્વેયર દ્વારા કરવામાં આવશે. તેનું એપ્રુવલ ગામના તલાટી દ્વારા કરવામાં આવશે તેમજ સર્વેનું વેરિફિકેશન ગ્રામસેવક દ્વારા કરવામાં આવશે. વાવેતરનો ડિજિટલ સર્વે થતા વાવેતરનો રિયલ ટાઇમ ડેટા સીધો ભારત સરકારને મળશે. જેના માધ્યમથી પાક વાવેતરની પરિસ્થિતિ, પાકનું નામ, સિંચાઈનો પ્રકાર વગેરેની માહિતી સરળતાથી જાણી શકાશે.