બનાસકાંઠા: ઝારખંડથી રાજસ્થાન તરફ લાખોનો પોષડોડાનો જથ્થો લઈ જવાની ધાનેરા પોલીસને વિગતો મળી હતી. આ મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા ફેરફેરી પર નજર રાખવામાં આવી હતી અને અંતે આ જથ્થાને આરોપી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ હજારો કિલોમીટર પસાર થયેલ ટ્રક આખરે ધાનેરા પોલીસે ઝડપી પાડ્યો હતો.
ઝારખંડથી પોષડોડા ભરીને રાજસ્થાન તરફ જતી વખતે ધાનેરા પોલીસ હેઠળ નેનાવા ચેક પોસ્ટ આવે છે. અહીં ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ટ્રકની તાપસ કરતાં પોષડોડા ઝડપાયા હતા. તમને જણાવી દઈએ કે, આરોપીઓ આ જથ્થાને સૂકા મરચાની આડમાં ફેરફેરી કરવાનો પ્રયાસો કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, ઝડપાયેલા સમાનમાં પોષડોડાના 66 કટ્ટા હતા, જેનું વજન 1310.190 કિલોગ્રામ હતું. આ સમગ્ર પોષડોડાની કિંમત 3,93,0570 આંકવામાં આવી છે. આમ, ધાનેરા પોલીસ દ્વારા બે આરોપી સાથે કુલ 5,49,5772 ની મુદ્દામાલ ઝડપી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝારખંડથી નીકળેલો ટ્રક અનેક રાજ્યમાંથી પસાર થઈને ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થયો હતો પરંતુ પકડાયો ન હતો. પરંતુ ધાનેરા પોલીસની બાજ નજરેથી આ મુદ્દામાલ બચી શક્યો નહીં અને પોલીસ દ્વારા લાખો રૂપિયાનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: