ETV Bharat / state

Loksabha Election ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી - Kheda Lok Sabha seat - KHEDA LOK SABHA SEAT

અત્યારે તમામ પક્ષના લોકસભાના ઉમેદવારો પોતાનુ ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે ત્યારે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પણ નડીયાદ ખાતે જાહેર સભાનુ સંબોધન કર્યા બાદ પોતાની ઉમેદવારી નોંધાઈ છે.

ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 2:45 PM IST

ખેડા: ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડીયાદ ખાતે જાહેર સભાને સંબોધન કર્યા બાદ રેલી કરી કલેક્ટર કચેરીએ પહોંચી નામાંકન પત્ર રજૂ કર્યુ હતું. વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે પહોંચી શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ તેમજ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ખેડા લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભાના તમામ ધારાસભ્યો સહિત ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી

વિજય મુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી: નડીયાદ શહેરના ઈપ્કોવાલા હોલ પરિસરમાં દેવુસિંહ ચૌહાણ સહિત ભાજપ અગ્રણીઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને સમર્થકો વચ્ચે જાહેર સભાને સંબોધી હતી.જે બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં 12.39 કલાકે વિજય મહુર્તમાં ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું.

ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી

કોંગ્રેસના ઉમેદવાર ડિપોઝીટ ગુમાવશે: દેવુસિંહ ચૌહાણે 400 પારનું લક્ષ્યાંક ભાજપ સિદ્ધ કરશે તેમજ મોટી જંગી લીડથી જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડિપોઝિટ ગુમાવશે તેમ જણાવ્યું હતું.

  • જંગી લીડથી જીતીશું એવો અમને સંપુર્ણ વિશ્વાસ છે : દેવુસિંહ ચૌહાણ

દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી: દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ હતું કે, છેલ્લા દસ વર્ષમાં દેશના ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે. વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે. દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય એ પ્રકારે ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરી આવ્યો છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે મોદી સાહેબ નિશ્ચિત છે ત્યારે અમે સૌ સાથે મળીને ખેડા જીલ્લામાં અને અમદાવાદ જીલ્લામાં સમાવિષ્ટ વિધાનસભાના સંગઠનના શક્તિશાળી હજારો કાર્યકર્તા અને સૌ જનતાના આશીર્વાદના કારણે આવનારા સમયમાં મોટી જંગી લીડથી જીતીશું એવો અમને સંપુર્ણ વિશ્વાસ છે.

  1. છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસનાં ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી - છોટા ઉદેપુર લોકસભા બેઠક
  2. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની સંપતિમાં પાંચ વર્ષમાં થયો વધારો,જાણો કેટલો થયો વધારો? - JUNAGADH MP PROPERTY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.