દ્વારકાઃ આજરોજ પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર પવિત્ર દિવસ હોઈ, દ્વારકા નજીક આવેલા દ્વાદશ જ્યતિર્લિંગમાં આજે સોમવાર હોવાના કારણે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
શિવ ભક્તોની કતારો લાગીઃ વહેલી સવારની આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો એ દર્શન કર્યા હતા. બાર જ્યોતિર્લીંંગ માનું એક જ્યોતિર્લિંગ દ્વારકા તાલુકાના નાગેશ્વરમાં આવેલું છે. અહીં રોજના હજારો યાત્રિકો દર્શન કરવા આવે છે. અહીં ગુજરાત અને ભારત ભરમાંથી લોકો પોતાની મનોકામના અને આશાઓ લઇને આવે છે. આજ રોજ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના શિવ ભક્તોની લાંબી કતારો લાગી હતી.
લોકો મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવ્યા હતા. ભક્તો બીલીપત્ર, તેમજ દૂધ પંચામૃતનો જળાભિષેક કરી ધન્યતા અનુભવતા હતા. દ્વારકાથી સોળેક કિમી દુર આવેલું નાગેશ્વર મહાદેવની શ્રાવણ માસમાં આરતીનું વિશેષ મહત્વ છે.
શ્રાવણ માસના પ્રારંભ અને પ્રથમ સોમવારના દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં નાગેશ્વર મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા.