અમદાવાદ: શહેરની અંદર વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે મોટાભાગે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો છે જેમાં ડેન્ગ્યુ, મલેરીયા, ટાઈફોડ, જેરી મલેરિયા, ઝાડા ઉલટી અને તાવના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યભરની અંદર વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ અત્યંત વધ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં છેલ્લા સાત દિવસમાં 172 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે તો બીજી બાજુ 164 જેટલા ટાઈફોડના કેસ પણ નોંધાયા છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં શહેરમાં ડેન્ગ્યુના 172 અને ટાઈફોડના 164 કેસો નોંધાયા છે.
1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાનના આંકડા
- ડેન્ગ્યુ : 172
- મલેરિયા : 2
- ઝેરી મલેરિયા : 13
- ટાઇફોડ : 164
- કમળો : 113
- કોલરા : 1
- ચિકનગુનિયા : 12
- ઝાડા-ઉલટી : 146
આરોગ્ય વિભાગની કામગીરી
સતત વધતા રોગચાળાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં 11,11,262 જેટલા લોહીના નમૂનાઓની તપાસ કરવામાં આવી છે ત્યારે ડેન્ગ્યુ માટે 51,871 જેટલા સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
- તો શું છે રોગચાળો ફેલાવાનું કારણ ?
- પક્ષીઓને પાણી માટે રાખતા પક્ષીચાટમાં અસ્વચ્છતાના કારણે મચ્છરોનો વધતો ઉપદ્રવ
- ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી ભરાવા અને ગંદકીના કારણે
- બંધ મકાન કે બંગલમાં સાફસફાઈનો અભાવ અને વરસાદી પાણીનો ભરાવો
- ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાવવા
- સાફ-સફાઈની અભાવ સહિતના કારણો