ETV Bharat / state

સુરતીઓ રોગચાલથી ચિંતિત: કાપોદ્રામાં 20 વર્ષીય પરિણીતા સહિત ચારના ડેન્ગ્યુની અસરથી મોત - Dengue cases - DENGUE CASES

શહેરમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે, જેમાં કાપોદ્રામાં 20 વર્ષિય પરિણીતાનું ડેન્ગ્યુની અસર બાદ મોત નિપજ્યું હતું. સાથેજ શહેરમાં પરિણીતા સહિત ચારના તાવ, ઝાડા ઊલટી બાદ મોત થયા હતા. Dengue cases

શહેરમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે
શહેરમાં ભારે વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 8:43 PM IST

ડેન્ગ્યુના કારણે એક પરિણીતાના તેમજ તેના સહિત ચારના મોત થયાના સમાચાર સામે આવ્યા છે (Etv Bharat Gujarat)

સુરત: ભારે વરસાદ બાદ શાંતિ મળતા જ હવે રોગચાળો ફરી નીકળ્યો છે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ડેન્ગ્યુના કેસ વધી રહયા છે. સુરતમાં ડેન્ગ્યુના કારણે એક પરિણીતાના તેમજ તેના સહિત ચારના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.

કાપોદ્રામાં 20 વર્ષીય પરિણીતા સહિત ચારના ડેન્ગ્યુની અસરથી મોત
કાપોદ્રામાં 20 વર્ષીય પરિણીતા સહિત ચારના ડેન્ગ્યુની અસરથી મોત (Etv Bharat Gujarat)

ડેન્ગ્યુની અસર હોવાનું સામે આવ્યું: સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મૂળ ઓરિસ્સાના ગંઝામના વતની અને હાલ કાપોદ્રા સ્થિત રાધાકૃષ્ણ સોસાયટી ખાતે રહેતા ચંદનભાઈ બહેરા એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતો હતો. તેમના પત્ની સંગીતાબેનને છેલ્લા એક સપ્તાહથી તાવ આવતો હતો. સ્થાનિક ક્લિનિકમાંથી સારવાર બાદ તેણીની તબિયત વધુ લથડતાં રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં ડેન્ગ્યુની અસર હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન રવિવારે સવારે સંગીતાબેનની તબિયત લથડતાં બેભાન થઈ ગઈ હતી. જેથી તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં લઈ ગયા થતાં. જ્યાં તેણીનું મોત થયું હતું.

બીજો ડેન્ગ્યુનો કેસ: બીજા બનાવમાં મૂળ મધ્ય પ્રદેશમાં મુરેનાના વતની અને હાલ અશ્વિની કુમાર રોડ પર આવેલ ભવાની સર્કલ પાસે રહેતા 21 વર્ષીય શ્રીકૃષ્ણા અમૃત કુશવાહા જે ખાનગી કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થતો હતો. બે દિવસથી શ્રીકૃષ્ણાને તાવ આવતો હતો. ત્યારે શ્રીકૃષ્ણા શનિવારે સાંજે કાપોદ્રા બંબાગેટ પાસે આવેલ પંજાબી ધાબા પાસે અચાનક ઢળી પડયો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે સ્મીમેરના હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેનું મોત થયું હતું.

ત્રીજો ડેન્ગ્યુનો કેસ: ત્રીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રમાં જલગાંવના વતની અને હાલ ગોડાદરા વિસ્તારમાં ગણેશનગર ખાતે રહેતા 29 વર્ષીય ભૂષણ બંસીલાલ કોરી છૂટક મજૂરી કામ કરતો હતો. ભૂષણને રવિવારે સવારે ઝાડા ઊલટી થયા હતા ત્યાર બાદ ભૂષણ બેભાન થઈ ગયો હતો. પરિણામે તેનું મોત નીપજ્યું હતું.

ચોથો ડેન્ગ્યુનો કેસ: ચોથા બનાવમાં મૂળ ઉત્તપ્રદેશમાં અમેઠી ના વતની અને હાલ લસકાણા ડાયમંડ નગર પાસે કળથીયા ઈન્ડસ્ટ્રીઝ માં સંચા કારખાનામાં કામ કરી ત્યાજ રહેતા 22 વર્ષીય સુનીલ દિનેશ મિશ્રાને શનિવારે સવારે ઊલટી થતાં ખાનગી હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન સુનીલનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો:

  1. વરસાદ બાદ અમદાવાદમાં ફાટી નીકળ્યો રોગચાળો: 688 ડેન્ગ્યુ કેસ, કયા વિસ્તારમાં નોંધાયા વધુ કેસ? જાણો - Dengue cases in Ahmedabad
  2. રેસીડેન્ટ ડોક્ટર્સની હડતાળમાં નવો વળાંક, હડતાળ પૂરી નહિ કરે તો કાયદેસર પગલા લેવામાં આવશે - Junior doctors strike

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.