અમદાવાદ: રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ 6 તારીખ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરવાની તથા ગંદકીની સમસ્યા ઉભી થઈ છે અને જેના કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. અમદાવાદમાં કુલ 688 ડેન્ગ્યુ કેસ નોંધાયા છે.
આ વિસ્તારોમાં થઈ રહ્યો છે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો: અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના સરખેજ, ચાંદખેડા, થલતેજ અને અસારવા વિસ્તારની અંદર ચિકન ગુનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સરખેજ, ગોતા, થલતેજ, વસ્ત્રાલ, સ્ટેડિયમ અને નવરંગપુરા સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
તો શું છે રોગચાળો ફેલાવાનું કારણ ?
- પક્ષીઓને પાણી માટે રાખતા પક્ષીચાટના કારણે મચ્છરોનો વધતો ઉપદ્રવ
- ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી ભરાવા અને ગંદકીના કારણે
- બંધ મકાન કે બંગલમાં સાફસફાઈનો અભાવ અને વરસાદી પાણીનો ભરાવો
- ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાવવા
- સાફ - સફાઈની અભાવ સહિતના કારણો
આ તમામ કારણોના કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
કોર્પોરેશન દ્વારા પગલા: તમને જણાવી દઈએ કે તંત્ર દ્વારા ચાલી, ખુલ્લા પ્લોટ અને કન્સ્ટ્રક્શન સાઇટમાં ભરાયેલા પાણીમાં ઓઈલનો છિડકાવ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અને જો નહિ કરવામાં આવે તો તેમના વિરૂદ્ધ કોર્પોરેશન દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે જેના પગલે 1 જાન્યુઆરીથી 1 સપ્ટેમ્બર દરમ્યાન AMC દ્વારા 7,185 કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. જ્યાં કુલ 25,180 વિરૂદ્ધ નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યો છે અને રૂપિયા 1,35,56,690 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
આવતી કાલથી AMC દ્વારા મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવશે: જેવી રીતે રોગચાળો વધી રહ્યો છે તે જોતા અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતી કાલ એટલે કે 3 ઓગસ્ટથી શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવશે.
- 3 ઓગષ્ટના રોજ માધુપુરા વિસ્તારમાં
- 5 ઓગષ્ટના રોજ બહેરામપુરા વિસ્તારમાં
- 6 તારીખના રોજ ભાઈપુરા વિસ્તારમાં
આમ, ચાલુ અઠવાડિયામાં 3 મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં 20 ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને 9 જેટલા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ હાજર રહેશે.
આ પણ વાંચો: