ગાંધીનગર: ગુજરાતમાં લાખો શિક્ષિત યુવકો બેરોજગાર ફરી રહ્યા છે. સરકારી નોકરીની સામાજિક સ્વીકૃતિ હોવાને કારણે અનેક યુવાનો સરકારી નોકરીઓની તૈયારી કરે છે. છેલ્લા વર્ષથી ચિત્ર શિક્ષકની લાયકાત મેળવેલા ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે. તેમાં દ્વીસ્તરીય -2023 TAT પાસ કરી છે. તો 7 ટકાની જોગવાઇ થયેલી છે તો તે પ્રમાણે ચિત્ર શિક્ષકની ભરતી વર્ષ 2024માં કરવાની માંગણી કરી છે. ચિત્ર વિષયના ઉમેદવારોની મુખ્ય માંગણીઓ એ છે કે જે માધ્યમિક શાળાઓમાં સાત વર્ગો નથી થતાં, ત્યાં બે શાળા મર્જ કરી શાળામાં ફરજિયાતપણે એક ચિત્ર શિક્ષક આપવામાં આવે.
ચિત્ર શિક્ષકની ભરતી છેલ્લાં 15 વર્ષથી પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં ન થવાના કારણે લાયકાત ધરાવતા ઉમેદવારોની ઉંમર પણ પૂર્ણ થવાના આરે છે. દર વર્ષે યોજાનાર જે ઈન્ટરમિડીએટ પરીક્ષા આવે છે તેમાં યોગ્ય માર્ગદર્શક ન હોવાના કારણે વિદ્યાર્થી તેમાં ભાગ લઈ શકતો નથી. આજના સ્પર્ધાત્મક યુગમાં ચિત્ર વિષયની પણ સ્પર્ધા થાય છે. પરંતુ તેનું નિરીક્ષણ કરવા માટે યોગ્ય શિક્ષક જ નથી. તો ચિત્ર શિક્ષકની નિમણૂક દ્વારા તે ખાલી પડેલી જગ્યાઓ ભરી શકાશે.
બાળકોમાં રહેલી સુષુપ્ત સર્જનાત્મક શક્તિ અને કલ્પનાશક્તિના વિકાસ માટે કાયમી ચિત્ર શિક્ષક હોવો જરૂરી છે. કલાઉત્સવ, પ્રવેશોત્સવ, હર ઘર તિરંગા, કલા મહાકુંભ, નારિવંદના ચિત્ર સ્પર્ધાઓનું દર વર્ષે જિલ્લા અને તાલુકા કક્ષાએ શાળાઓમાં આનંદભેર ઉજવણી થાય છે. તો કલાને જીવંત રાખવા માટે ગુજરાતના દરેક તાલુકામાં 1 ફરજિયાત કાયમી ચિત્ર શિક્ષક મળી રહે તેવી માંગણી કરી છે. જેમ કમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોને વર્કલોડ પૂર્ણ કરવા સાક્ષરી વિષયો આપવા તેમ ચિત્ર શિક્ષકને પણ સાક્ષરી વિષય આપી કાર્યભાર સોપી શકાય.
ચિત્રકલા શિક્ષક વિજય પરમારે જણાવ્યું કે, અમે કાયમી ચિત્ર શિક્ષકની ભરતીની રજૂઆત કરવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે આવ્યા છીએ. છેલ્લા 15 વર્ષથી ચિત્રકલા શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. હજારો વિદ્યાર્થીઓ ફાઈન આર્ટની પરીક્ષા પાસ કરીને નોકરીની રાહ બેઠા છે. છતાં પણ ભરતીઓ થતી નથી. અમે છેલ્લા 2013 થી રજૂઆત કરી રહ્યા છીએ.
ભૂતકાળમાં શિક્ષા નિયામકે ચિત્ર કલા શિક્ષકને કાયમી ભરતી થાય તે માટે અમને આશ્વાસન આપ્યું હતું. અમને રૂ.9000 પગારમાં સમાવેશ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ સરકાર હાલમાં અંશકાલીન શિક્ષક તરીકે ચિત્રકલા શિક્ષકની ભરતી કરે છે. અંશકાલીન શિક્ષણ ભરતી પ્રથા નાબૂદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. માધ્યમિક વર્ગોની શાળામાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ચિત્રકલા શિક્ષકોએ માંગણી કરી છે.
આ પણ વાંચો: