ETV Bharat / state

સુરેન્દ્રનગરના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા, નુકસાન વેઠતા ખેડૂતોએ વળતરની માંગ કરી - crop damage - CROP DAMAGE

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેમાં વઢવાણ, લીંબડી, લખતર સહિતના તાલુકાના ખેડૂતોએ વાવેલા મગફળી, તલ, એરંડિયા અને કપાસ સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી અને નુકસાનનું વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે. crop damage

ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા
ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2024, 9:48 AM IST

સુરેન્દ્રનગરના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા (ETV Bharat Gujarat)

સુરેન્દ્રનગર : અતિ ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ વાવેલા મગફળી, મગ, જુવાર, એરંડિયા, કપાસ અને શાકભાજી સહિતના પાકો બળી જવાની ભીતિ છે. જેને લઈને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેતરોમાં વરસાદી પાણી ભરાયા : સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વઢવાણ લીંબડી સાયલા સહિતના તાલુકાઓમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે ETV Bharat દ્વારા વઢવાણ તાલુકાના કરણગઢ ગામના ખેડૂતો પાસે પહોંચી ખેડૂતોની વેદના અને ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
ખેતરોમાં વરસાદી પાણી ભરાયા (ETV Bharat Gujarat)

ખેડૂતોના પાકને નુકસાન : સુરેન્દ્રનગર જિલ્લામાં 60 હજારથી વધુ હેક્ટરમાં ખેડૂતો દ્વારા કપાસ, એરંડિયા, મગફળી, જુવાર અને શાકભાજી સહિતના અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં અતિ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ વાવેલા પાકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વઢવાણ તાલુકાના કરણગઢ ગામના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ ડોન સહિતના સર્વેની કામગીરી તાત્કાલિક કરવામાં આવે અને તેમના નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સર્વે કરી વળતર આપવા માંગ : આ ખેડૂતોએ વાવેલા પાકમાં 90 ટકા નુકસાન ભોગવવાનો વારો આવતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મોંઘા ભાવના બિયારણ અને દવાના છંટકાવ બાદ પણ તેઓનો પાક બળી જવાની ભીતિ સેવી રહ્યા છે. સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીએ પણ જણાવ્યું હતું કે, જો નુકસાન અંગેની ખેડૂતોની અરજી આવશે તો તેના ઉપર ધ્યાન લઈ અને તેમની અરજીને ઉપર સુધી પહોંચાડી અને કાર્યવાહી કરવામાં આવશે.

  1. સુરેન્દ્રનગરમાં ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો, પૂરતા પાણીની આશાથી લોકો ખુશખુશાલ
  2. રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.