દાહોદ : લોકસભા ચૂંટણીને લઇને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે. તાલુકા અને જિલ્લામાં પોતાની વૉટ બેન્ક મજબૂત કરવા માટે પ્રયાસમાં લાગી છે. આગામી આવનારી 2024ની લોકસભાની ચૂંટણીને લઈને પક્ષોએ તૈયારી શરૂ કરી હતી. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને મળી રહેલી સફળતાઓ સાથે આ યાત્રા આગામી દિવસોમાં દાહોદ ખાતેથી પસાર થનાર છે. જેના કારણે ભાજપે પણ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરીને મધ્યસ્થ કાર્યાલયો શરૂ કર્યા છે.
યૂથ લક્ષ્ય 2024નાં સંદર્ભે મિટિંગ : ત્યારે દાહોદમાં આજ રોજ પંડિત દિનદયાલ ઓડિટોરિયમ ગોવિંદનગર ખાતે કૉંગ્રેસ દ્રારા યૂથ લક્ષ્ય 2024નાં સંદર્ભે મિટિંગ મળી હતી. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના યુથ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યુથ કાર્યકરોને ધરોહરની વિડીયો ક્લિપ બતાવીને તેમને માહિતગાર કરાયા હતાંં. મોટી સંખ્યામાં યુથ કાર્યકરો હાજર રહ્યાં હતાં.
યુવાઓને જોડવા પ્રયાસ : જેમાં યુવાઓને જોડવા આજથી જ યુથ કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવાં સોશિયલ મીડિયા અને જુદા જુદા માધ્યમો થકી યુવાઓને જોડવાની અને ગામડાઓના છેવાડા માનવી સુધી ભારત જોડે ન્યાય યાત્રાની માહિતી પહોંચે અને તેમાં છેવાડાનો માનવી જોડાય તે માટે પણ અનેક સૂચનો કરાયા હતાં.
આજે દાહોદ જિલ્લા ખાતે એક્ઝિક્યુટિવ કમિટી માટે આવ્યા હંંતા અને રાહુલ ગાંધીની ભારત જોડે યાત્રા દાહોદ જિલ્લાથી ગુજરાતમાં પ્રવેશ કરશે. દાહોદથી લઈને ડાંગ સુધી આ યાત્રા જશે, ત્યાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ગુજરાતના આદિવાસી ભાઈબહેનો પણ ઉત્સુક છે કે આગામી દિવસોમાં રાહુલ ગાંધીની યાત્રાને લઈને આવશે તેેમને આવકારશે અને લોકસભા ચૂંટણીને લઈને એક્ઝિક્યુટિવ કમિટી મિટિંગ થઈ રહી છે... ઉષાબેન નાયડુ (ગુજરાતના સહપ્રભારી )
દાહોદ બેઠક પર કોંગ્રેસ જીતશે : દાહોદ જિલ્લામાં લોકસભાની લઈને યુવા લક્ષ્ય 2024 ની ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહયો છે જેનો મુખ્ય મકસદ દાહોદ લોકસભા બેઠકમાં જેટલા પણ અમારા યુવા સાથી છે. જે લોકસભા તૈયારીઓમાં લાગી જાય. દાહોદ બેઠક માંટે દાવા સાથે કહ્યું હતું કે આ બેઠક કોંગ્રેસ જીતી રહી છે. આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ પક્ષો દ્વારા વિજયી થવા માટે પ્રજાના પ્રશ્નોને લઈને રાજકારણ કરવા તમામ પ્રયાસોમાં જોતરાઈ ગયા છે.