ETV Bharat / state

દાહોદ કોંગ્રેસ ઉમેદવાર જનસંપર્ક અભિયાન શરુ, વિસ્તારમાં પક્ષની ગતિવિધિ જાણો - Dahod Lok Sabha Seat

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 9:38 PM IST

દાહોદના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ આજે દાહોદ લોકસભા બેઠકમાં આવેલ કોટા ગામ ખાતે પર જન સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. બાદમાં સંજેલી તાલુકામાં મથકે બજારમાં અને હાટમાં ઉમેદવાર દ્વારા જનસંપર્ક હાથ ધરાયું હતું. તો બીજી તરફ ભાજપ દ્વારા ભારતીય અભિયાન પણ શરૂ કરાયું છે.

દાહોદ કોંગ્રેસ ઉમેદવાર જનસંપર્ક અભિયાન શરુ, વિસ્તારમાં પક્ષની ગતિવિધિ જાણો

કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ

દાહોદ : કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન કિશોરસિંહ તાવિયાડ અને ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દાહોદ લોકસભા બેઠક પરના વિસ્તારમાં જનસંપર્ક ઝુંબેશ શરૂ કરાઇ હતી. જેમાં આમ આદમી ને કોંગ્રેસના વિધાનસભાના લડેલા ઉમેદવાર અનિલભાઈ ગરાસીયા, રઘુભાઈ મછાર,ગોવિંદભાઈ પરમાર તથા વરિષ્ઠ કાર્યકરો સાથે જિલ્લા પંચાયત ચમારીયા બેઠક પર આવેલ કોટા ગામે જન સંપર્ક અને કાર્યકરોની બેઠક મળી હતી. જ્યાં ભાજપ સરકાર પર ડોક્ટર પ્રભાબેન દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તથા પોતાની આદિવાસી શૈલીમાં ગીત ગાઇને પણ ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. ત્યારબાદ સંજેલી નગરમાં આવીને સંજેલીના તમામ દુકાનદારો તથા નગરભ્રમણ કરીને ઘરે ઘર ફરીને કોંગ્રેસનો મેનિફેસ્ટો હાથો હાથ પ્રજાજનના હાથમાં આપીને અભિવાદન ઝીલ્યું હતું તથા મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપ પણ જોરશોરમાં : તો બીજી તરફ સિંગવડ તાલુકામાં સમાજ ઘર મુકામે ભાજપ દ્વારા હજુ જ પણ ભાજપ ભરતી અભિયાન વેગ મળી રહ્યો છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. જેમાં ચારેલ મોહનભાઈ લાલસીંગભાઇ સંજેલી આપ દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ ડામોર વિનોદભાઈ પારસીંગભાઇ (B.T.P ) બારીયા મહર્ષિ શામજીભાઈ કોંગ્રેસ કાર્યકર રજાત વીરસીંગભાઇ કાળુભાઈ (કોંગ્રેસ) ભેદી જેન્તીભાઈ વાલસીંગભાઇ (કોંગ્રેસ ) ચારેલ કિશોરભાઈ ગલાલભાઈ (આપ ) રાવત હિંમતભાઈ ચુનીલાલ (કોંગ્રેસ ) તડવી સરદારભાઈ લલ્લુભાઈ (કોંગ્રેસ ) તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ B.T.P કાર્યકર્તાઓ, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ , 200 આશરે જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં.

સરકાર બદલવાની અપીલ : આજે કોટા મુકામે ઇન્ડિયા ગઠબંધનને લઈને આમ આદમીના કાર્યકર્તા તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મિટિંગ મળી હતી ત્યાં મીટીંગ પતાવીને આજે સંજેલી ખાતે હાટ (ગુજરી)હોય છે. ત્યાં ગયા અમે બહેનો અને ભાઈઓને મળ્યા હતાં. આવકાર પણ સારો મળ્યો છે વન ટુ વન સંપર્ક કર્યો છે. બહેનોને કહ્યું છે કે હાથ સે હાથ મિલાવો પંજે સે પંજા મિલાઓ અને પંજા ને મજબૂત બનાવો અને પંજાની સરકાર લાવો સરકાર બદલવાની અપીલ કરી હતી.

જનતા વર્સિસ સત્તાની લડાઈ : ઈટીવીના પ્રતિનિધિ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન થયું છે. ત્યારે કાર્યકર્તાઓ ભાજપ તરફ વળી રહ્યા છે. એ બાબતે પૂછતા ડો પ્રભાબેન તાવિયાડે કહ્યું હતું કે એકલદોકલ કાર્યકર્તાઓ જાય છે. એમની જોડે કોઈ જનતા જતી નથી જનતાનો અમને સપોર્ટ છે. હું કહેવા માંગુ છું કે સત્તા પક્ષ અને વિપક્ષની લડાઈ નથી રહી આજે જનતા વર્સિસ સત્તાની લડાઈ થઈ ગઈ છે અને સત્તા પરિવર્તન નક્કી છે.

કોંગ્રેસને ચિંતા નથી : હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ગમે તેમ કરીને વિપક્ષના કાર્યકર્તાઓને તોડીને પોતાના તરફ કરવા માટે અવનવા પ્રયોગો કરીને કોંગ્રેસના કાર્યકરો અને પોતાની તરફેણમાં લઈ રહ્યા છે ત્યારે કાર્યકરો જવાથી કોંગ્રેસમાં પણ ચિંતા જેવું જોવાઈ રહ્યું નથી.

  1. દાહોદમાં કોંગ્રેસે જૂના જોગી પ્રભાબેન તાવિયાડને ઉતાર્યા મેદાને, લોકસભા ચૂંટણી માટે મુદ્દાઓ સાથે તૈયાર - Loksabha Election 2024
  2. Loksabha Election 2024: દાહોદ કલેકટરે લોકસભા ચૂંટણી સંદર્ભે મતદાન માટેની વિશિષ્ટ સુવિધાઓની માહિતી આપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.