દાહોદ : દાહોદ જિલ્લામાં ઓનલાઇન શોપિંગ નામની કુરિયર કંપનીમાં નોકરી આપવાની લાલચ આપતી ટોળકી મહિન્દ્રા થાર ગાડીની વહેલી ડીલિવરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર અને ફેસબુક પર ફેક આઈડી બનાવી મહિલાની બદનામી કરનારને દાહોદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ટેકનીકલ સર્વિસ અને અંગત બાતમીના આધારે અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોકરીની લાલચ આપી છેતરપિંડી : દાહોદ જિલ્લામાં 50 વધુ ઓનલાઈન ફ્રોડ અને સાઇબરના ગુનાઓ આચરનારા ગઠીયાઓને પકડવા માટે રાજદીપસિંહ ઝાલા દ્વારા સૂચના મળતા દાહોદ સાયબર ક્રાઇમ સક્રિય બની હતી. પી.આઇ ડી ડી પઢિયારને અંગત માહિતી મળી હતી કે દાહોદ જિલ્લામાં ઓનલાઇન શોપિંગ નામની કુરિયર કંપનીના નોકરી અપાવવાની લાલચ આપીને લોકો પાસે ડિપોઝિટ પેટે ₹3,500 ભરાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હતાં.
ત્રણ આરોપીની ધરપકડ : જેની અરજી આવતા દાહોદ સાઇબર ટીમની વર્કઆઉટ કરી ટેકનિકલ એનાલિસિસ કરતાં જાણવા મળ્યું કરે આરોપીઓ facebook પરથી લોકોના મોબાઈલ નંબર મેળવીને કુરિયર કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી ડિપોઝિટ પેટે અલગ અલગ બેંકોમાં એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી ફોર કરતા હતાં. બાદમાં પોતાના મોબાઈલ નંબર બંધ કરી અન્ય નંબરનો ઉપયોગ કરતા હતાં. જેથી મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરનું ઊંડાણપૂર્વક એનાલિસ્ટ કરી આરોપીને વડોદરાના અલગ અલગ જગ્યાઓ જેમાં અમિતભાઈ નટુભાઈ પ્રજાપતિ રહેવાસી રાધાકૃષ્ણ સોસાયટી ભુરાવાવ ગોધરા પ્રિન્સકુમાર મહેશભાઈ બારોટ રહેવાસી લીમખેડા શાસ્ત્રી ચોક તથા અરવિંદભાઈ સબુરભાઈ ભુરીયા લીમખેડાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
91 હજારની છેતરપિંડી : બીજો એક બનાવ ઝાલોદ પોલીસમાં નોધાયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે મહિન્દ્રા થાર ગાડીની વહેલી ડીલેવરી આપવાની લાલચ આપી રૂપિયા 91 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં પંચાલ હિરલકુમાર હિતેન્દ્રભાઇની હ્યુંમન સોર્સ અને ટેકનિકલ એનાલિસ્ટથી વડોદરા ખાતેથી ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બદનામ કરી હેરાન પરેશાન કરવાની ઘટના : ત્રીજી ઘટનામાં સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાના નામનું ફેક facebook આઇડી બનાવી facebook આઇડી ઉપર મહિલા પોતે મરણ ગયેલ છે તેવી વિગતો અને ગીતો મૂકી મહિલાના અન્ય પુરુષો સાથે ફોટાઓ મૂકી બદનામ કરી હેરાન પરેશાન બાબતે દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી. જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દાહોદના પીઆઇ ડીડી પઢીયાર ફેક facebook આઇડીનું ટેકનિકલ એનાલિસિસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપી સુરેશભાઈ લાલસીંગભાઇ બારીયા મૂળ રહેવાસી કાંકરેલી ભેદી ફળિયા તાલુકો સંજેલી જિલ્લો દાહોદ જે આણંદ જિલ્લામાંથી મોબાઈલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીઓ દ્વારા ઓનલાઇન નોકરી આપવાની લાલચ આપી એક લાખની છેતરપિંડી આચરેલ છે. આ બનાવનું ઊંડાણપૂર્વક તપાસ કરતા ટેકનીકલ એનાલિસિસ કરતા આરોપીની મોડસ ઓપરેન્ડી એવી છે કે ફેંક facebook એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને કોમન ફ્રેન્ડને હાઈ કરીને મેસેજ કરતા હતા અને તેમની સાથે વાતચીત કરી તેમને નોકરીની જરૂરિયાત જાણતાં. તેમનો ફોન નંબર લઇ ઓનલાઈન કુરિયર કંપનીના નામે નોકરીની લાલચ આપી તેમની પાસેથી કટકે કટકે પૈસા પડાવતા હતા. બાદમાં ફોન નંબર બંધ કરી લેતા હતા. આ ફરિયાદને આધારે ટેકનિકલ એનાલિસ્ટ કરી આરોપીઓને વડોદરાના અલગ અલગ વિસ્તારમાથી ઝડપી પાડવામાં આવ્યા છે. આમાં દાહોદના જ બે આરોપીઓ પકડાયા છે પ્રિન્સ મહેશભાઈ બારોટ લીમખેડા શાસ્ત્રી ચોક દાહોદ રોડ જ્યારે બીજો અરવિંદભાઈ સબુભાઈ ભુરીયા રહે અંબા બોર ફળીયા લીમખેડા જ્યારે ત્રીજો આરોપી અમિતભાઈ નટુભાઈ પ્રજાપતિ રાધાકૃષ્ણ સોસાયટી ભુરાવાવ ગોધરા ઝડપી પાડયા છે ત્રણેયને ગુનાની કબૂલાત કરી છે...રાજદીપસિંહ ઝાલા (ડીએસપી દાહોદ )
મરણની અફવા ફેલાવી પરેશાન કરતો યુવક : દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને ફરિયાદ આવી હતી કે મહિલાના ફોટા મૂકી મરણ ગયા છે અને ફોટા મરણના ગીતો સાથે અને તેમના વડીલના પણ મરણ ગયા અને તેમના ફોટા મરણના ગીતો સાથે મૂકવામાં આવે છે. ફરિયાદના આધારે facebook આઇડીનું ટેકનિકલ એનાલિસિસ કરી આરોપી સુરેશભાઈ લાલસીંગભાઇ બારીયાની આણંદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના ભૂતકાળ જોતા ભૂતકાળમાં આરોપી મહિલાઓ સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. મહિલા આરોપી સાથે હાલમાં પ્રેમ સંબંધ રાખવા માંગતી નહોતી. જેથી મહિલાને બદનામ કરવા માટે અને પરેશાન કરવા માટે મહિલા વડીલએ સંબંધ બાબત લઈને ટકોર કરતા તેમને પણ બદનામ કરતાં તેમના મરણ ગયાના ફોટા સાથે મરણ ગીતોfacebook પર મૂક્યાં હતાં.