દાહોદ: આજે રોજ મહાત્મા ગાંધી જયંતી હોવાથી ગાંધી ગાર્ડન, એમ વાય હાઈસ્કૂલ, સ્ટેશન રોડની સામે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલાંજલી અર્પણ કરીને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ તથા દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા દાહોદમાં એક નાની દીકરી જેને નરાધમ આચાર્ય દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી તેના વિરોધમાં દાહોદ નગરપાલીકા ચોક ખાતે ધરણાં પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના પ્રમુખ, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, દાહોદ જિલ્લામાં આવતા સૌ પ્રદેશના હોદ્દેદારો જિલ્લામાં આવતા સૌ હોદ્દેદારો કાઉન્સિલર્સ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના સૌ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, સેવાદળના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
સિંગવડ તાલુકામાં બનેલી ઘટનાને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા દાહોદ જિલ્લા સેવા દળ દ્વારા દાહોદ નગરપાલિકા ચોક ખાતે ધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રગતિબેન આહીર દ્વારા ભાજપ સરકારને આડે હાથે લીધા હતા તથા મુખ્યમંત્રી તથા ગૃહ મંત્રીને પણ આડે હાથે લઈને કટાક્ષ કર્યા હતા.
તેમણે કહ્યું કે, સીગવડ તાલુકાની આ જે ઘટના છે એ માત્ર વિચારવાથી મહિલા તરીકે મારા રુવાટા ઊભા થઈ જાય છે. જે દિવસે ઘટના વિશે સાંભળ્યું હતું ને બે દિવસથી ઊંઘ આવી નથી. છ વર્ષની બાળકીનો શું વાંક દીકરીઓએ કપડાં એવા ના પહેરવા જોઈએ, દીકરીની એની મમ્મીએ શીખવાડ્યું પણ હશે કે બેડ ટચ કહેવાય કોઈ આવું કરે તો અવાજ કરજે ચીસો પાડવા ગઈ ત્યારે એનું મોઢું દબાવી મારી નાખી ગુંગળામણ આપીને મારી નાખી, હકીકત છે પણ આપણને ખ્યાલ નથી કે, તે સમયે કેવી ઘટના ઘટી હશે. અમારી માગ એ છે કે એ દીકરીને ન્યાય મળવો જોઈએ પરિવારને ન્યાય મળવો જોઈએ. એ નરાધમ આરએસએસની શાખામાંથી આવે છે. આરએસએસને તો શીખવાડવામાં આવે છે કે મહિલાઓને ક્યાંય સ્થાન જ નહીં દેવાનું અમે સેવાદળમાંથી આવીએ છીએ.
'ફાંસી ના મળે ત્યાં સુધી થશે આવા કાર્યક્રમ': તેમણે કહ્યું કોંગ્રેસે મને ગુજરાત પ્રદેશ સેવાદળની અધ્યક્ષ બનાવી છે. મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે અને સન્માનની નજરે જોવામાં આવે છે. જ્યારે ભાજપની આરએસએસની જે શાખાઓ છે, એમાં મહિલાઓને કોઈ સ્થાન જ આપવામાં આવ્યું નથી. ત્યાં કહેવાય છે મહિલાઓ બે કામમાં જ ફેમસ છે, સંતતિ પેદા કરવામાં અને રસોઈ બનાવવા માટે. ભાજપ અને આર.એસ.એસ સાંભળી લે આ દેશની અંદર મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે એટલા માટે જ અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, કે દીકરીને ન્યાય અપાવી શકીએ. દીકરીને ન્યાય માટે અવાજ ઉઠાવી શકીએ અને જ્યાં સુધી નરાધમને ફાંસી ન મળે ત્યાં સુધી આવા પ્રોગ્રામ આપતા રહીશું.
તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે તેમને કોટી કોટી નમન કરીએ છીએ. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે તમારો અવાજ ઉઠાવવા માટે આંદોલન કરો તમારો અવાજ દબાઈ ના જાય તે માટે અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે તમારે આંદોલન કરવું પડશે અને આ બેરી મૂંગી સરકાર આજની સરકાર સુધી પહોંચાડવી હોય તો આ બેરીં મૂંગી સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે અમે એ છ વર્ષની દીકરી ન્યાય અપાવવા માટે આવે બધા અહીંયા ધરણા પ્રોગ્રામ પર બેઠા છીએ.
છ વર્ષની બાળકીનો શું વાંક દીકરીઓએ કપડાં એવા ના પહેરવા જોઈએ, દીકરીની એની મમ્મીએ શીખવાડ્યું પણ હશે ત્યારે બેડ ટચ કોને કહેવાય, કોઈ આવું કરે તો અવાજ કરજે.
ચીસો પાડવા ગઈ ત્યારે એનું મોઢું દબાવી મારી નાખી ગુંગળામણ આપીને મારી નાખવામાં આવી, વિચારીએ તો રુંવાાડા ઊભા થઈ જાય છે બિચારી દીકરીનો શું વાંક? આપણે એવું કહેતા હોય છે કે, દીકરીને ભણાવી ગણાવીને હોશિયાર બનાવીએ એ ગામડામાં છેવાડાના ઘરમાં રહેતે દીકરીને શાળા દૂર હોવા છતાં તેના માબાપ પોતાની દીકરીને ભણાવતા હતા. સ્કૂલે જાય, હોશિયાર બને મારી દીકરી. એમને સ્કૂલનો આચાર્ય જે RSS અને VHP ભાજપ માથી ટ્રેનિંગ લઇને આવેલો છે એ એમને એ શીખવાડવામાં આવ્યું છે. એમની પાર્ટીમાંથી આવી નાની નાની દીકરીઓને પીંખી નાખવી? જરા વિચાર તો કરો આપણા મા-બાપ તુલ્ય ગુરુને માન આપતા હોય છે ગુરુ છે. આપણા મા બાપ સમાન છે. ઘરમાં માતા-પિતા શીખવાડે, સ્કૂલમાં ગુરુ શીખવાડે, જ્યારે ગુરુ આવું કરે છે ત્યારે તમામ શિક્ષણ જગતમાં શિક્ષકોને લાંછન લાગે એવું આ કામ કર્યું છે. એ પછી આજે દાહોદમાં આવ્યા પછી ખબર પડી કે સ્કૂલમાં એ દીકરી માટે મૌન વ્રત પણ પાળવામાં આવ્યું નથી, કે અડધો દિવસ માટે પણ સ્કૂલમાં બંધ રાખવામાં આવી નથી. શાળાના શિક્ષકોને કંઈ પણ બોલવાની મનાઈ કરી દેવામાં આવી છે. આ આપણી આઝાદી છે? આ આપણી ફ્રીડમ છે? આના માટે ગાંધીજીએ અંગ્રેજો સામે લડત લડી હતી? આ દેશને આઝાદ કર્યો છે, ગાંધીજીએ આ દેશને મહિલાઓને બહાર લાવીને એજ્યુકેશન હક ગાંધીજીએ અપાવિયો છે અને કોંગ્રેસે તેની કમાન પકડી છે. આજે એટલે જ કોંગ્રેસમાં સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવે છે.
આજે દાહોદમાં છ વર્ષની દીકરીને મારી નાખવામાં આવી તેના માટે બાર દિવસના રિમાન્ડની શું જરૂર? જ્યારે કાચ જેવું સત્ય સામે છે ત્યારે બાર દિવસના રિમાન્ડની શું જરૂર હતી. હર્ષ સંઘવી અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગ્યું છું કે મુખ્યમંત્રી ને મૂર્દુ અને સંવેદનાવાળા મુખ્ય મંત્રી કહેવામાં આવે છે, આજે આપની મૃદુ અને સંવેદના ક્યાં છે? છ વર્ષની બાળકી માટે ક્યાં છો? જ્યારે હર્ષ સંઘવીને આડે હાથ લઈને ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ ચમરબંધીને કાચ જેવું સ્પષ્ટ છે તો કેમ 12 દિવસના રિમાન્ડ કેમ કેમ આ ચમરબંધીને સજા કરીને ગુજરાતની અંદર દાખલો બેસાડવામાં નથી આવતો?