ETV Bharat / state

નકલી NA પ્રકરણ: દાહોદ સિટી સર્વે કચેરીના શિરસ્તેદાર અને મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ - FAKE NA CASE

નકલી NA પ્રકરણમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ સામે ફોજદારી ગુનો દાખલ થવાના શરૂ કરાયા છે. જેમાં દાહોદ સીટી સર્વે કચેરીના શિરસ્તેદાર તેમજ મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ કરાઇ.

નકલી NA પ્રકરણમાં દાહોદ સિટી સર્વે કચેરીના શિરસ્તેદાર અને મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ
નકલી NA પ્રકરણમાં દાહોદ સિટી સર્વે કચેરીના શિરસ્તેદાર અને મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2024, 12:52 PM IST

દાહોદ: નકલી NA પ્રકરણમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ સામે ફોજદારી ગુનો દાખલ થવાના શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દાહોદ સીટી સર્વે કચેરીના શિરસ્તેદાર તેમજ મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ કરાઇ છે. જેમાં પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે કે, પ્રક્રિયા અનુસર્યા વગર સરકારી જમીનના પ્રાઇવેટ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા હતાં. જેમાં વોન્ટેડ એવા રામુ પંજાબીનું નામ ખુલ્યું ઉપરોક્ત બંને સહિત ત્રણ સરકારી કર્મચારીઓને ચાર દિવસ અગાઉ ફરજ મોકુફીના આદેશ કરવામાં આવ્યા હતા

NA પ્રકરણમાં સંડોવાયેલા કર્મચારીઓ પર સકંજો: દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં આખરે સરકારી કર્મચારીઓ ફરતે કાયદાનો સંકજો કસાવવાનો સિલસિલો શરૂ થયો પામ્યો છે. દાહોદ પોલીસે નકલી NA પ્રકરણમાં સરકારી જમીનને બોગસ દસ્તાવેજોના આધારે પ્રાઇવેટ વ્યક્તિના નામે કરવાના કૌભાંડમાં સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા શિરસ્તેદાર તેમજ મેન્ટેન્સ સર્વેયરને સરકારી પ્રોસિજર ફોલો કર્યા વગર સરકારી જમીનનો નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી એન્ટ્રી પાડી હોવાના આરોપમાં પોલીસે બંને સરકારી સરકારી કર્મચારીઓની ધરપકડ કરી હોવાનું ખુલ્યું છે.

નકલી NA પ્રકરણમાં દાહોદ સિટી સર્વે કચેરીના શિરસ્તેદાર અને મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ (Etv Bharat gujarat)

કૌભાંડમાં 4 જુદી જુદી ફરિયાદો દાખલ: દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર નકલી NA પ્રકરણમાં અલગ અલગ સરકારી કચેરીઓમાં નકલી NA ના ઓર્ડર તેમજ નકલી 73 AA ના હુકમોના આધારે નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હતા. જે આધારે સરકાર જોડે છેતરપિંડી કરી મોટાભાગના લોકોને આર્થિક નુકસાન પહોંચાડનારા કૌભાંડમાં તાજેતરમાં 4 જુદી જુદી ફરિયાદો દાખલ થઈ હતી. જેમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સિટી સર્વે કચેરીમાં પ્રોસિજર ભંગ થઈ હોવાનું તેમજ સત્તા બહારના હુકમો થયા હોવાનું સામે આવ્યું હતું.

સરકારી જમીનને હડપી લેવાનો કારસો: પોલીસને મળેલી ફરિયાદોના આધારે આરોપીઓનું ઇન્ટ્રોગેશન તેમજ ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી. જેમાં સિટી સર્વે કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર.કે. પરમાર તેમજ રાહુલ ચાવડા મેન્ટેન્સ સર્વેયર દ્વારા પ્રોસિજર અને દસ્તાવેજોના આધારે ફક્ત ઓનલાઇન કરવાની સત્તા હોવા છતાં રામુ પંજાબી જોડે લિંક કરીને સરકારી જમીનને પ્રાઇવેટ વ્યક્તિના નામે કરી કરી દીધી હતી.

હાલ આરોપી રામુ પંજાબી ફરાર: બંને કર્મચારીઓ સત્તા બહાર જઈ બોગસ દસ્તાવેજોના આધારે નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી તેને સાચા તરીકે રજૂ કરી હતી અને રેકોર્ડમાં જનરેટ કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને કર્મચારીઓની ધરપકડ કરી જેલ હવાલે કરી દેતા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. નકલી NA પ્રકરણમાં વોન્ટેડ રામુ પંજાબીનું નામ ખુલ્યું હતું. બંને કર્મચારીઓએ દાહોદ તાલુકાના રળીયાતી પાસે આવેલી સર્વે નંબર 554 જે સરકારી જમીનને રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી જોડે લિંકમાં રહી પ્રાઇવેટ વ્યક્તિના નામે કરી સરકાર જોડે છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું છે. હાલ આરોપી રામુ પંજાબી ફરાર છે.

આ પણ વાંચો:

  1. મહેસાણામાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં ફાયરિંગ, પાડોશીના હુમલામાં વૃદ્ધાનું મોત
  2. નવસારીની ખાનગી બસને નડ્યો અકસ્માત : એક વ્યક્તિનું મોત, 10 લોકો ઘાયલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.