ETV Bharat / state

માતાના અસ્થિ વિસર્જન કરતો પુત્ર નદીમાં ડૂબ્યો, પોત્રએ પણ ઝંપલાવ્યું, વડોદરાના પરિવાર સાથે ચાંદોદમાં કરુણ ઘટના - MAN DROWNED IN CHANDOD RIVER

પિતાને નદીના પ્રવાહમાં તણાતા જોઈને તેમને બચાવવા પુત્ર પણ દોરડું લઈને નદીમાં કૂદ્યો હતો.

ચાંદોદમાં આવેલા ઘાટની તસવીર
ચાંદોદમાં આવેલા ઘાટની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2024, 8:06 PM IST

ચાંદોદ: વડોદરાના સરવૈયા પરિવારમાં વૃદ્ધ માતાનું નિધન થતા તેમના અસ્થિ વિસર્જન માટે પુત્ર સહિત પરિવારના સભ્યો પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કુંડળ ઘાટના કિનારે અસ્થિ વિસર્જન કરતા સમયે અચાનક પુત્રનો પગ લપસ્યો હતો અને જોતજોતામાં તે પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા. પિતાને પાણીના પ્રવાહમાં તણાતા જોતા‌ બચાવવા પુત્રએ પણ છલાંગ લગાવી હતી. પરંતુ તે પણ ડૂબવા લાગતા સ્થળ ઉપર હાજર લોકોએ તેને બચાવી લીધો હતો. સમગ્ર મામલે જાણ થતા પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પગ લપસતા નદીના ઊંડા પ્રવાહમાં તણાયા
વડોદરાના આજવા રોડ ખાતે આવેલી માધવ નગર સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ સરવૈયાના માતા સવિતાબેન સરવૈયાનું તાજેતરમાં નિધન થયું હતું. મૃતક માતાના અસ્થિ વિસર્જન અર્થે પુત્ર પરિવારજનો સાથે યાત્રાધામ ચાંદોદ ખાતે ગુરુવારે સવારે કારમાં આવી પહોંચ્યા હતા. ચાંદોદના માળી કુંડળ ઘાટના કિનારે અસ્થિ વિસર્જન અર્થે તેઓ પહોંચ્યા હતા. દરમિયાન ધનસુખભાઈ સરવૈયાનો એકાએક પગ લપસી પડતા તે નદીના ઊંડા પ્રવાહમાં તણાવા લાગ્યા હતા.

પુત્રએ દોરડું લઈ નદીમાં છલાંગ લગાવી
આ દ્રશ્ય જોતા જ તેમના પુત્ર ગૌતમે પિતાને બચાવવા માટે બાજુમાં લાંગરેલી હોડીમાંથી દોરડું લઈ નદીમાં છલાંગ લગાવી હતી. પરંતુ તે પણ ડૂબવા લાગ્યો હતો. આ સમયે સ્થળ ઉપર હાજર નાવડી ચાલકોએ ગૌતમને દોરડાથી ખેંચીને બચાવી લીધો હતો. પરંતુ ધનસુખભાઈ સરવૈયા જોત જોતા પાણીના ઊંડા પ્રવાહમાં ગરકાવ થયા બાદ લાપતા બન્યા હતા. જે બાદ વાત વાયુવેગે પ્રસરતા ચાંદોદના સ્થાનિક તરવૈયાઓ તેમજ ડભોઇથી આવેલી ફાયર વિભાગની ટીમે મોડી સાંજ સુધી લાપતા બનેલા આધેડની શોધખોળ આદરી હતી. પરંતુ સફળતા મળી ન હતી. ધનસુખ સરવૈયા નદીમાં લાપતા થતા પુત્ર સહિત આવેલા પરિવારજનોમાં ભારે આક્રંદ કરી મૂક્યું હતું. ચાંદોદ પોલીસે ઘટના સંબંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. નકલી ED, CBI અધિકારી બાદ નવું નજરાણું, અમદાવાદમાં નકલી ગરીબ..!, જાણો શું છે આખી ઘટના
  2. VIDEO: સુરતમાં કારના બોનેટ પર બેસી બર્થ-ડેની ઉજવણી યુવતીને ભારે પડી, પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.