મોરબી: જિલ્લામાં જાહેરમાં તલવાર વડે કેક કાપનારો GRD જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મોરબીમાં GRD જવાન જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગેના અખબારી અહેવાલો બાદ પોલીસે GRD જવાન વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી તપાસ ચલાવી છે. જાહેરમાં તલવારથી કેક કાપી કૃત્ય હાની પહોચે તેવું કૃત્યુ કર્યું હતું.
કેક કાપનારા GRD જવાન સામે ગુન્હો: મોરબી તાલુકા પોલીસ મથકના વિરેન્દ્ર ખાચરે આરોપી હરેશ પોપટ સોલંકી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત 20 સપ્ટેમ્બરના રોજ સાંજના 9:00 વાગ્યા આસપાસ આરોપી હરેશ સોલંકીએ નીચી માંડલ ગામથી વાંકડા જવાના રસ્તા ચોકડી પર શ્રી હરી કોમ્પ્લેક્ષ પાસે ખુલ્લી જગ્યામાં કાળા કલરની સ્કોર્પીઓ કારના બોનેટ પર અલગ અલગ ફોટા અને હરેશ નામવાળી કેક રાખી તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી કેક કાપી હતી.
સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો: જ્યારે જગ્યા આજુબાજુમાં રહેતા માણસોને તેના કૃત્યથી હાનિ થાય કે ત્રાસ પહોંચે તેવું જાહેર કૃત્ય કરી લોકોમાં ભય ફેલાવી સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાંનો ભંગ કર્યો છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ PI એમ.આર. મકવાણા ચલાવી રહ્યા છે.
આ પણ જાણો: