ETV Bharat / state

ખેડૂત સ્નેહમિલનમાં સીઆર પાટીલે ખેડૂતોને કરી અપીલ,જાણો શું કહ્યું ? - GUJARAT NAVSARI KHEDUT SAMMELAN - GUJARAT NAVSARI KHEDUT SAMMELAN

લોકસભા ચૂંટણીને પગલે સમગ્ર ગુજરાતમાં રાજકીય રંગ ચઢી ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે ઝંઝાવાતી પ્રચારની શરૂઆત થઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં જમીન સંપાદનમાં એક કરોડ અને ત્રણ લાખ રૂપિયાના વળતર પેટે અપાવનાર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજી ખેડૂતોને ચૂંટણી પ્રચારમાં લાગી જવા અપીલ કરી છે.

ખેડૂત સ્નેહમિલનમાં સીઆર પાટીલે ખેડૂતોને કરી અપીલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 7:29 PM IST

નવસારી: લોકસભા ચૂંટણીને પગલે સમગ્ર ગુજરાતમાં રાજકીય રંગ ચઢી ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે ઝંઝાવાતી પ્રચારની શરૂઆત થઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જમીન સંપાદનમાં એક કરોડ અને ત્રણ લાખ રૂપિયા ના વળતર પેટે અપાવનાર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજી ખેડૂતોને ચૂંટણી પ્રચારમાં લાગી જવા અપીલ કરી છે.

ખેડૂત સ્નેહમિલનમાં સીઆર પાટીલે ખેડૂતોને કરી અપીલ
ખેડૂત સ્નેહમિલનમાં સીઆર પાટીલે ખેડૂતોને કરી અપીલ

સીઆર પાટીલે ખેડૂતોને કરી અપીલ: ખેડૂત એ જગતનો તાત છે અને એની મહેનતના પગલે દેશમાં ઉત્પાદન વધી રહ્યું છે. એનડીએ સરકાર દ્વારા ખેડૂતો માટે લાગુ કરેલા વિવિધ પ્રોજેક્ટને પગલે ખેડૂતોને 2024 ની લોકસભા ચૂંટણીમાં પોતાના તરફ ખેંચી લાવવા માટેના વિવિધ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સુરત અને નવસારીના ખેડૂતોને સંગઠિત કરી સમન્વય સમિતિ બનાવવામાં આવી છે. જે સમન્વય સમિતિ ખેડૂતો માટે કામ કરે છે. નવસારીના બી.આર ફાર્મ ખાતે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ખેડૂતોને સંબોધન કર્યુ હતુ. અને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. સાથે જમીન સંપાદનમાં બુલેટ ટ્રેન જેવા મુદ્દે એક કરોડ ત્રણ લાખ રૂપિયા જેટલું મસમોટું વળતર ખેડૂતોને અપાવ્યું હતું. જે દિવસો યાદ કરાવ્યા હતા જ્યારે ખેડૂતોથી માંડીને તમામ વર્ગના લોકો માટે રાજ્ય સરકારે કરેલા કામોની યાદ અપાવી 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સાથે રહી જંગી બહુમતીથી જીતાડવા માટેની અપીલ કરી હતી.

સી આર પાટીલેે ખેડૂતોની ચિંતા કરી: ખેડૂત દેવાંશુ દેસાઈએ જણાવ્યુ કે, ખેડૂતોને જે બુલેટ ટ્રેન હાઈવે, જમીન સંપાદન મુદ્દે સી આર પાટીલેે ખેડૂતોની ચિંતા કરી. તેમજ સુરત અને જિલ્લાના ખેડૂતોને મહત્તમ વળતર ચૂકવવામાં આવ્યું છે. તે સી આર પાટીલના અથાગ પ્રયત્નોથી શક્ય બન્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોની કાયમ ચિંતા કરી છે. જેને લઈને આજે ખેડૂત સંમેલન યોજાયું છે, આ ખેડૂત સમ્મેલનમાં 2000 થી 2500 ખેડૂતો અહીં ઉપસ્થિત રહ્યા હતા.

  1. PM મોદીની મેરઠ રેલી: 45 મિનિટ ભ્રષ્ટાચારીઓ પર વાર, કહ્યું- સત્તાધારીં પણ જેલમાં, જામીન માટે મારી રહ્યા છે વલખા - PM Modi Meerut Rally
  2. લોકસભા ચૂંટણીમાં દરેક ઘરે પહોંચવા ભાજપ 'ઘર ઘર ચલો' અભિયાન ચલાવશે - BJP Ghar Ghar Chalo Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.