ETV Bharat / state

કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ TRP ગેમઝોનના ઘટના સ્થળે પહોંચી - Nyay Yatra

ગુજરાત કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી ન્યાય યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે તેમ તેમ તેના પર રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બનેલી ગંભીર ઘટનાઓના સ્થળો પર પહોંચી વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે. આવો જાણીએ રાજકોટમાં શું થયું. congresss nyay yatra at the rajkot

TRP ગેમઝોન ખાતે પહોંચી કોંગ્રેસની ન્યાયયાત્રા
TRP ગેમઝોન ખાતે પહોંચી કોંગ્રેસની ન્યાયયાત્રા (Etv Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 12, 2024, 1:33 PM IST

ન્યાયયાત્રા અંગે શું કહ્યું કોંગ્રેસ નેતાએ (Etv Bharat Reporter)

રાજકોટ:કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. આ ન્યાય યાત્રા ગત તારીખ 9 ના રોજ મોરબીથી શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા ગઇકાલે રાજકોટ ખાતે પહોંચી ત્યારે કોંગ્રેસ દ્વારા સભા રાખી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તો આજે TRP ગેમઝોનની ઘટના જ્યાં બની હતી તે સ્થળ મૃતકોની આત્માને શ્રદ્ધાંજલી આપવા માટે પહોંચ્યા હતા અને કેન્ડલ પ્રગટાવી બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું.

કોંગ્રેસે કેમ શરૂ કરી ન્યાય યાત્રા?

ગુજરાતમાં બનેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં જેમાં તકક્ષીલા કાંડ, હરણી કાંડ, ઝૂલતા પુલ અને TRP ગેમઝોન પીડિત પરિવારોને યોગ્ય ન્યાય મળે તેના માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. જે ન્યાય યાત્રા ગત તારીખ 9 થી મોરબીથી શરૂ થઈ હતી. બે દિવસ બાદ ગઈકાલે રાજકોટ પહોંચતા ઢેબરચોક ખાતે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સભા યોજવામાં આવી હતી અને જેમાં કેટલાક પીડિત પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

TRP ગેમઝોનમાં મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ

કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. તો આજે રાજકોટ નાનામોવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં આગની ઘટના બની હતી કે જ્યાં 27 લોકો મોત થયા હતા. તે સ્થળ પર પહોંચી હતી. જે મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે પહોંચ્યા હતા ત્યાં કોંગ્રેસ અગ્રણી, સેવાદળના કાર્યકરો સાથે કેન્ડલ સાથે મૃતકોની આત્માને શ્રદ્ધાંજલી માટે બે મીનીટ મૌન પાળવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.