ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના નેતા-કાર્યકરો સાથે મળીને એક રેલી સ્વરૂપે ડીએસપી કચેરીએ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી ઉપર ભાજપ અને એનડીએના નેતાઓ દ્વારા થયેલા નિવેદનોને પગલે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત સાથે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરી હતી.
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી મળેલી સૂચના મુજબ રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ અને એનડીએના નેતાઓ દ્વારા કરાયેલા નિવેદનો પગલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે. ત્રણેયને ભાવનગર લાવો તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.
કોંગ્રેસે રેલી યોજીને DSP કચેરીએ પહોંચી રજૂઆત કરી
રાષ્ટ્રીય કક્ષાના રાહુલ ગાંધી ઉપર ભાજપ અને એનડીએ ના નેતાઓ દ્વારા થયેલી નિવેદનોની ભરમાર બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએથી મળેલી સૂચના બાદ ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતથી એક રેલી યોજીને ડીએસપી કચેરીએ પહોંચ્યા હતા. ડીએસપીને લેખિત રજૂઆત કરીને નિવેદન કરનાર ત્રણેય સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરે તેવી લેખિત રજૂઆત સાથે માંગ કરી હતી.
ભાજપ દબાણમાં આવ્યું છે, મનફાવે તેમ વાણી વિલાસ: કોંગ્રેસ
DSPને લેખિત રજૂઆત બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે, હવે ભાજપ- દબાણમાં આવ્યું છે. સામાન્ય ચૂંટણીમાં બહુમતી નહીં મળવાને કારણે ભારતીય જનતા પક્ષ હવે દબાણમાં આવ્યું છે. છેલ્લા દસ વર્ષમાં અને એને હજી વધારે શાન ઠેકાણે લાવવાની જરૂર છે. એટલે કોંગ્રેસે રાજકીય લેવલે આ એક આયોજન કર્યું છે કે, આવા નેતાઓ જે બેફામ વાણી વિલાસ કરે છે અને આવા રાષ્ટ્રીય કક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતાઓને આવી રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, તેમના પરિવારમાં શહીદો આવે છે. એ શહીદોની મજાક કરવાની અને જીભ કાપી નાખવા જેવી આ લોકોએ જે રીતે ધમકી આપે છે.
શહેર પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, આ સામાન્ય માણસો નથી આ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. એક એમના ભારતીય જનતા સહયોગી શિંદે ગ્રૂપ શિવસેનાના મિનિસ્ટર છે. મહારાષ્ટ્રના એમ બધાએ ત્રણેય જણા છે, જવાબદાર માણસો છે સંવિધાનના હોદ્દા ધરાવે છે અને આવા માણસો, ભણેલા સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે.
કઈ ફરિયાદ કરવા લેખિત રજૂઆત કરાઈ
ભાવનગર ડીએસપીને લેખિત રજૂઆત કરનાર કોંગ્રેસે પોતાની રજૂઆતમાં ભાજપના નેતા તરવિંદરસિંહ મારવાહએ ભાજપના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકકી આપી હતી. જ્યારે શિંદે ગ્રુપના સંજય ગાયકવાડ સામે જીભ કાપી નાખવાને લઈને અને રેલવે રાજ્ય મંત્રી રવનીત બીટુએ દેશના નંબર વન આંતકવાદી કહેવાને પગલે વાણી વિલાસ કર્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે BNS 351, 352, 353, 61 હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.