ETV Bharat / state

વિરોધ દર્શાવવામાં વિપક્ષ નીરસ ? કચ્છમાંથી કેટલું ડ્રગ્સ ઝડપાયું ! ડ્રગ્સના વિરોધમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસને જ ખબર નથી... - Kutch drug trafficking - KUTCH DRUG TRAFFICKING

કચ્છમાં વધી રહેલા ડ્રગના વેપલામાં અનેક યુવાનોનું ભવિષ્ય હોમાયું છે. આ ડ્રગ્સના મુદ્દાને ધ્યાનમાં રાખીને વિરોધરૂપે વિપક્ષ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. પરંતુ ધરણા પર બેઠેલા કોંગ્રેસ પક્ષના લોકોને કચ્છમાંથી છેલ્લા 1 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું તેના વિશે જ ખબર નથી...

વિરોધ દર્શાવવામાં વિપક્ષ નીરસ ?
વિરોધ દર્શાવવામાં વિપક્ષ નીરસ ? (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 6:20 PM IST

Updated : Jun 11, 2024, 7:20 PM IST

કચ્છમાંથી કેટલું ડ્રગ્સ ઝડપાયું ! કોંગ્રેસને જ ખબર નથી... (ETV Bharat Reporter)

કચ્છ : સરહદી જિલ્લા કચ્છની દરિયાઈ સીમામાંથી અવારનવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ડ્રગની વધતી હેરાફેરી વચ્ચે ડ્રગ્સના રવાડે ચડેલું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા ભુજમાં પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા. જેમણે ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ગુનેગારો સામે પગલાં લેવા રજૂઆત કરી હતી.

કચ્છમાં ડ્રગરૂપી દાનવ : સરહદી વિસ્તાર પૂર્વ અને પશ્ચિમ કચ્છના દરિયાકિનારા પાસે છાશવારે ડ્રગ્સનો જથ્થો મળી આવતો હોય છે. તો ક્યારેય સેન્ટ્રલ અને સ્ટેટ સુરક્ષા એજન્સીઓ પણ ખાનગી ઇનપુટના આધારે ઓપરેશન હાથ ધરીને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતા હોય છે. ઉપરાંત BSF અને સ્થાનિક પોલીસ તેમજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પણ પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતી હોય છે. કચ્છમાંથી MD ડ્રગ્સ, ચરસ, કોકેઇન અને હેરોઈન જેવા માદક પદાર્થનો જથ્થો મળી આવે છે.

ડ્રગ્સના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા : આમ તો છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છ સહિત રાજ્યના દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી માદક પદાર્થનો જથ્થો મોટાપાયે મળી આવે છે. વારંવાર મળી આવતા ડ્રગ્સ અને ડ્રગની હેરાફેરીને લઈને ગુજરાતના યુવાઓમાં નશાખોરીનું પ્રમાણ વધ્યું છે. ભાજપ સરકાર દ્વારા નશીલા પદાર્થોની હેરફેરને નેસ્ત નાબૂદ કરવા સચોટ કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે ભુજ શહેરના જ્યુબિલી સર્કલ ખાતે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા.

ભાજપ સરકાર પર કોંગ્રેસનો આક્ષેપ : ડ્રગ્સની હેરાફેરી અંગે વાતચીત કરતા ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું કે, ગુજરાત અને કચ્છનું યુવાધન બરબાદીના રસ્તે આગળ વધી રહ્યું છે. હાલ ખુલ્લે આમ ડ્રગ્સ મળી રહ્યું છે, પરંતુ તંત્ર માત્ર ડ્રગ્સ ઝડપાય ત્યારે આંકડા જાહેર કરવામાં જ માને છે. રાજ્યમાં અવારનવાર પકડાઈ રહેલા ડ્રગ્સમાં નાની માછલીઓને જ ઝડપી પાડવામાં આવે છે. જ્યારે મુખ્ય લોકો સુધી કોઈ પહોંચતું નથી. આ ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોણ મોકલે છે તેની તપાસ પણ કરવામાં નથી આવતી.

ડ્રગ્સની હેરાફેરીનો વિરોધ : ડ્રગ્સની હેરાફેરીના વિરોધમાં આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સામે પ્રતીક ધરણા કરવામાં આવ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ અવારનવાર રાજ્યસભામાં પણ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા સતત આ મુદ્દે સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ સરકાર અને પોલીસ સાથે સંકળાયેલા લોકો જ આવો ધંધો કરી રહ્યા છે.

તંત્રની કામગીરી પર આકરા સવાલ : ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીએ જણાવ્યું કે, કચ્છમાંથી અવારનવાર ડ્રગ્સ મળી રહ્યું છે. જેને લઈને આજે ધરણાં કર્યા અને અગાઉ પણ SP ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. હાલ કચ્છમાંથી ડ્રગ્સ મળી રહ્યું છે, તે નાના પેકેટો મળી રહ્યા છે, જ્યારે મોટા પેકેટો કેમ નથી મળી રહ્યા. અદાણી પોર્ટ પરથી ડ્રગ્સ મળી આવે છે, તો કંડલા પોર્ટ પર પણ કેમ નથી મળી રહ્યા. હેલિકોપ્ટર મારફતે સઘન ચેકિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

વિપક્ષ પાસે અપૂરતી માહિતી : જ્યારે કોંગ્રેસના લોકોને છેલ્લા એક વર્ષમાં કચ્છમાંથી કેટલું ડ્રગ્સ મળી આવ્યું છે તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના લોકો પાસે કોઈ જવાબ હતો નહીં. વિપક્ષના આગેવાને જણાવ્યું હતું કે, આંકડા એમને ખ્યાલ નથી પણ અખબારમાં આવ્યું હોય એટલે અમને જાણ થાય છે, એટલે વિરોધ કરીએ છીએ. બાકી સરકારને ખબર હોય કે કેટલા કરોડનું ડ્રગ્સ પકડાય છે.

વિરોધ દર્શાવવામાં વિપક્ષ નીરસ ? ખરેખર તો વિપક્ષ તરીકે કોંગ્રેસને મજબૂત રીતે ડ્રગ્સની હેરાફેરી અંગે લડવું જોઈએ તેમજ પૂરતી માહિતી સાથે યોગ્ય સ્થળે રજૂઆત કરવી જોઈએ. મજબૂત વિપક્ષ તરીકે સરકાર પર આ દિશામાં ભારપૂર્વક કામ કરવા માટે જણાવવું જોઈએ, જેથી કરીને દેશના યુવાધનને બચાવી શકાય. પરંતુ અપૂરતી માહિતીના કારણે જ વિપક્ષ માર ખાઈ જાય છે.

હેરાફેરી કરનાર મિડલમેન કોણ ? કચ્છની દરિયાઈ સીમામાં આવતા ડ્રગ્સના પેકેટ કચ્છમાં રિસિવ કોણ કરે છે અને ક્યાં જાય છે તેને લઈને એજન્સીઓને ખાસ મોટી સફળતા મળતી નથી. ત્યારે આ ડ્રગ્સની હેરાફેરી કરનાર મિડલમેન વિશે કોઈ માહિતી બહાર આવે તો ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા સામે ન પકડાયેલો જથ્થો કેટલો હશે તે પણ જાણી શકાય છે.

કચ્છમાંથી કેટલું ડ્રગ પકડાયું ? છેલ્લાં એક વર્ષમાં કચ્છમાંથી અંદાજિત 957.71 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં MD ડ્રગ્સ, કોકેઇન, હેરોઇન અને ચરસનો સમાવેશ થાય છે. છેલ્લાં એક વર્ષમાં 940.50 કરોડની કિંમતનું 95 કિલો જેટલો કોકેઇનનો જથ્થો મળી આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાંથી ચરસના કુલ 207 જેટલા પેકેટો મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત 9.33 કરોડ જેટલી થાય છે. તો 7.5 કરોડની કિંમતનું હેરોઇનનું પેકેટ પણ મળી આવ્યું હતું. ઉપરાંત 385 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળ્યું, જેની કિંમત 38.42 લાખ જેટલી થાય છે.

  1. ગુજરાત ATS દ્વારા ગાંધીધામથી 13 કિલો કોકેઇન જપ્ત કરાયું, અગાઉ 80 કિલો કોકેઇન મળી આવ્યું હતું
  2. અરબ સાગરમાંથી સતત બીજા દિવસે 173 કિલો ડ્રગ્સ ઝડપાયું, 2ની ધરપકડ

Last Updated : Jun 11, 2024, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.