ETV Bharat / state

AMCના ખાડામાં પડીને મૃત્ય પામેલી બાળકીને 10 લાખનું વળતર આપવા કોંગ્રેસની માગ - AHMEDABAD NEWS

AMC દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં 3 વર્ષની બાળકી પડી જતા મૃત્યુ પામી હતી. આ બનાવમાં કોંગ્રેસ પક્ષે બાળકીને 10 લાખનું વળતર આપવા માગ કરી છે.

કોંગ્રેસે મેયરને આવેદન પત્ર આપ્યું
કોંગ્રેસે મેયરને આવેદન પત્ર આપ્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2024, 7:18 PM IST

અમદાવાદ: ગત 7 ઓક્ટોમ્બરના રોજ સાંજના સમયે વટવા પાસે આવેલા આવાસના મકાનોના ડિમોલિશનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા 10 ફૂટનો એક ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં ત્રણ વર્ષની એક બાળકીનું પડીને મૃત્યુ થયું હતું. આ બાબતે આજરોજ કોંગ્રેસ પક્ષે વિરોધ નોંધાયો છે અને મેયરને આવેદનપત્ર આપીને ગુનેગારોને શિક્ષાત્મક કાર્યવાહી તથા પીડિતને 10 લાખનું વળતર ચૂકવવા માટેની માંગણી કરવામાં આવી છે.

આ માનવ સર્જિત દુર્ઘટના છે-હિમંતસિંહ પટેલ: કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, '12 વર્ષ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે મકાનો બનાવવામાં આવ્યા હતા. તે મકાનો જર્જરીત થતા પાડવામાં આવી રહ્યા છે, જ્યાં કોર્પોરેશન દ્વારા ખોદેલા ખાડામાં એક 3 વર્ષની દીકરી પડતા મૃત્યુ પામી છે. આ માનવ સર્જિત દુર્ઘટના છે આમાં જે પણ જવાબદાર કોન્ટ્રાક્ટર છે કે અધિકારીઓ છે તેના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ અને પીડિત પરિવારને વળતર આપવું જોઈએ. તે પ્રકારની વાત કરવામાં આવી હતી.'

10 લાખનું વળતર આપવા કોંગ્રેસ પક્ષની માંગ (Etv Bharat Gujarat)

કોન્ટ્રાકટર વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ: આ મામલે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિભા જૈન દ્વારા વાત કરવામાં આવી કે,'સ્થાનિક પોલીસે તપાસ હાથધરી છે. આ તપાસમાં જે કોન્ટ્રાક્ટરની બેદરકારી કે આ માનવીયકૃત્યનું સામે આવશે. તો તેમના વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરીને આનુસંગિક પગલા લેવામાં આવશે. વિપક્ષ દ્વારા જે વળતર ચૂકવવાની વાત કરવામાં આવી છે તે અંગે તપાસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિચાર કરવામાં આવશે.'

આ પણ વાંચો:

  1. ગુજરાત હાઇકોર્ટને મળ્યા 3 નવા જજ, સુપ્રીમ કોર્ટની ભલામણને કેન્દ્રની મંજૂરી
  2. નર્મદામાં દીપડાના હુમલાથી મૃત્યુ પામેલી મહિલાનો મૃતદેહને ટ્રેકટરમાં લઈ જવાતા રાજકીય ધમાસાણઃ 'આવું જ ચાલે છે અને ચાલતું રહેશે'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.